થાઇલેન્ડમાં મંદીમાંથી બહાર આવવા લોકો ચહેરા પર સોનાનું વરખ લગાવી કરાવી રહ્યા છે ‘ના ના થોંગ’ વિધિ!

Spread the love

થાઇલેન્ડની એક અનોખી વિધિના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. હાલમાં થાઇલેન્ડના પોર કાએ ન્ગોએન લેન પાર્કમાં એક ખાસ વિધિ માટે લોકોની ભીડ ઉમટી રહી છે. આ ખાસ વિધિ દરમિયાન, લોકો પોતાના ચહેરા પર સોનાનો વરખ લગાવી રહ્યા છે. સૌથી ખાસ વાત તો એ છે કે, ડઝનબંધ લોકો ધીરજપૂર્વક પોતાના વારો આવવાની રાહ જોઈ રહ્યા છે.ના ના થોંગ’નામની વિચિત્ર વિધિ અયુત્યા પ્રાંતના ‘પોર કે ન્ગોએન લેન પાર્ક’માં થઈ રહી છે. અહીં ‘પોર કે’ નામના સાધુની એક વિશાળ પ્રતિમા ઉભી છે. થાઇલેન્ડમાં, આ સાધુને પ્રાચીન જ્ઞાનનો સ્વામી અને ભાગ્યની ઈચ્છા રાખનારાઓનો રક્ષક માનવામાં આવે છે.

 

થાઇ સમાજમાં, સોનાને સૌભાગ્ય, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. પ્રાચીન કાળથી, મંદિરોમાં બુદ્ધની મૂર્તિઓ સોનાથી મઢેલી છે. આ માન્યતાને કારણે લોકો પોતાના ચહેરા પર સોનું લગાવવા લાગ્યા છે, જેથી તેમનું ભાગ્ય બદલાઈ શકે. આર્થિક મંદીનો સામનો કરી રહેલા થાઈલેન્ડમાં, લોકો હવે સારા ભવિષ્યની આશા રાખીને આ ધાર્મિક વિધિમાં ભાગ લઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *