VIDEO:10 મિનિટમાં 100થી વધુ ફટકા! ભાવનગરમાં લિવ-ઇન પાર્ટનરના હત્યારાની જાહેરમાં ‘સર્વિસ’, PI રહેમ ખાધા વગર તૂટી જ પડ્યાં

Spread the love

ભાવનગર: શહેરના એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે આડા સંબંધની શંકા રાખીને એક યુવકે પોતાની સાથે લિવ-ઇનમાં રહેતી મહિલાને જમીન પર પછાડી પછાડીને નિર્મમ હત્યા કરી નાખી હતી. આ ચકચારી ઘટના બાદ પોલીસે આરોપીની અટકાયત કરી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જોકે, રિકન્સ્ટ્રક્શન દરમિયાન નીલમબાગ પોલીસ સ્ટેશનના પી.આઈએ આરોપીને જાહેરમાં લાકડીઓનો મારો ચલાવ્યો હતો.1, 2 કે 10-15 નહીં PIએ 10 મિનિટમાં આરોપીને 100થી વધુ લાકડીના ફટકા વડે ઢોર માર માર્યો.

 

આડા સંબંધની શંકાએ લિવ-ઇન પાર્ટનરની ક્રૂર હત્યા

 

ભાવનગરના કુંભારવાડામાં રહેતા ભાગુબેન બારૈયાની 40 વર્ષીય દીકરી કાજલબેન છેલ્લા આઠ વર્ષથી એસ.ટી. બસ સ્ટેન્ડની ફૂટપાથ પર રહેતા 20 વર્ષીય ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી. તાજેતરમાં જેલમાંથી મુક્ત થયેલા ફૈઝલે, “હું જેલમાં હતો ત્યારે તું અન્ય વ્યક્તિ સાથે કેમ બોલતી હતી?” તેમ કહી કાજલબેન સાથે ઉગ્ર ઝઘડો કર્યો હતો.પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું

 

ઘટના અંગે મૃતકની માતાની ફરિયાદના આધારે નીલમબાગ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી ફૈઝલની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસ ટીમે આરોપીને સાથે રાખીને ઘટનાસ્થળે સમગ્ર ક્રાઈમ સીનનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન નીલમબાગ પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.પી. ઉનડકટે આરોપી ફૈઝલને દોરડાથી બાંધીને જાહેરમાં જ 10 મિનિટમાં 100 જેટલા લાકડીના દંડા ફટકારી દીધા હતા.PI 10 મિનિટ સુધી આરોપી પર રોકાયા વગર લાકડી વડે તૂટી પડ્યા

 

PIએ આરોપીને ગાડીમાંથી ઉતારતાની સાથે જ ડંડાવાળી શરૂ કરી દીધી હતી. જે બાદ આરોપીને ગાડીએ બાંધી પહેલા ફટકાબાજી કરી ત્યાંથી આરોપીએ યુવતીને જે જગ્યાએ માર મારી હત્યા કરી હતી. તે જ જગ્યાએ PIએ આરોપીને સુવડાવી સુવડાવીને લાકડીઓના ફટકા માર્યા હતા. આરોપી વારંવાર કગરતો રહ્યો કે, સાહેબ પગમાં ઓપરેશન છે ના મારો ના મારો પણ PIએ અટક્યા વગર લાકડીઓનો વરસાદ શરૂ રાખ્યો હતો. આ ઘટનાનો વીડિયો અને વિગતો સામે આવતા જ કાયદાના નિષ્ણાતો અને લોકોમાં પોલીસની આ કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠવા પામ્યા છે.સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન

 

જાહેરમાં આરોપીને માર મારવાની આ ઘટનાથી ગુજરાત પોલીસ અને સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ માર્ગદર્શિકાનો ભંગ થયો હોવાનું સામે આવ્યું છે. સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ અનુસાર, કોઈપણ આરોપીને જાહેરમાં પરેડ કરાવવાનો કે કાયદો હાથમાં લઈને શિક્ષા કરવાનો અધિકાર પોલીસ પાસે નથી, સજા આપવાનું કામ માત્ર ન્યાયતંત્રનું છે. આ ઉપરાંત, મે 2026માં ગુજરાતના ઇન્ચાર્જ DGP દ્વારા પણ તમામ પોલીસ સ્ટેશનોને આદેશ આપવામાં આવ્યો હતો કે આરોપીઓ સાથે જાહેરમાં અપમાનજનક વર્તન કરનાર કે સરઘસ કાઢનાર પોલીસ કર્મચારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *