પૂત્રવધુએ કરોડપતિ સસરાને ઉપર પહોંચાડ્યા! ઘરના નોકરને જ આપી મર્ડરની સોપારી

Spread the love

કાનપુરના કરોડપતિ દવા ઉદ્યોગપતિ વિનીત મિનોચાના હત્યા કેસમાં હવે સૌથી મોટો ખુલાસો થયો છે. પુત્રવધૂ શાલુ જે તેના સસરાના મૃત્યુ પછી સૌથી વધારે રડતી જોવા મળી હતી, તેના પર પોલીસે હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે શાલુની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધી છે અને તપાસમાં તે હત્યામાં મુખ્ય સૂત્રધાર હોવાનું મનાય છે.

આ હત્યાકેસમાં હવે ત્રણ નામ સૌથી મહત્વપૂર્ણ બની ગયા છે.પહેલું, શાલુ, જેના પર પોલીસે હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. બીજું મૃતકનો પૂર્વ નોકર વિશાલ, જેણે હત્યામાં કથિત રીતે ભૂમિકા ભજવી હતી. ત્રીજું, રાજકિશોર જેના પર હત્યાને અંજામ આપવા માટે વિશાલ સાથે સાંઠગાંઠ કરવાનો આરોપ છે. પોલીસના મતે આ ત્રણેય વચ્ચેની કડી આ સમગ્ર હત્યાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *