3 રાજ્યોની પોલીસને ચકમો આપનાર ‘સેન્ચુરી કિંગ’ ચોરનો ખેલ ખતમ! સુરત પોલીસે આ રીતે દબોચ્યો

Spread the love

એક એવો ગુનેગાર…જેણે પોતાના ગળામાં 102 ગુનાની ‘સેન્ચુરી’ સજાવી હતી! ૩ રાજ્યોની પોલીસ જેનો પડછાયો પણ પકડી શકતી નહોતી…જે ચોરી કરવા માટે 7 કિલોમીટર સુધી પગપાળા ચાલીને રેકી કરતો અને ચોરી કર્યા પછી પોલીસને થાપ આપીને ફરાર થઈ જતો…પરંતુ…સુરત પોલીસે આ વખતે અજમાવ્યું એવું હથિયાર કે આ ‘સેન્ચુરી કિંગ’નો ખેલ ખતમ થઈ ગયો…ગુનાની દુનિયામાં સદી ફટકારનાર અને ત્રણ રાજ્યોની પોલીસની ઊંઘ હરામ કરનાર એક અલ્ટ્રા સ્માર્ટ હિસ્ટ્રીશીટર આખરે સુરત પોલીસના સકંજામાં આવી ગયો છે! લિંબાયત પોલીસની સર્વેલન્સ ટીમે એક એવા રીઢા ચોરને દબોચ્યો છે, જેનો ગુનાહિત ઈતિહાસ જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે…આ શાતિર ગુનેગાર સામે હત્યા, મારામારી અને ઘરફોડ ચોરીના એક-બે નહીં, પણ પૂરા 102 ગુના નોંધાયેલા છે!…

 

છેલ્લા 20 વર્ષથી મહારાષ્ટ્ર, તેલંગાણા અને ગુજરાતમાં તિજોરીઓ સાફ કરતો આ આરોપી ચોરી કરવા માટે અનોખી પદ્ધતિ અપનાવતો હતો.

 

ભૂલ માલિકની અને વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયો કર્મચારી, ધાકધમકીથી 26 લાખ પડાવ્યા

 

ઘટનાના થોડા દિવસ પહેલાં તે જે-તે વિસ્તારમાં 7 કિલોમીટર સુધી પગપાળા ફરીને રેકી કરતો… બપોરના સમયે બંધ મકાન દેખાય એટલે મિનિટોમાં લોક તોડીને કબાટ ખાલી કરી નાખતો…પોલીસને ગેરમાર્ગે દોરવા માટે તે વારંવાર ઓટોરિક્ષા બદલતો, અવાવરું જગ્યાએ રોકાતો અને વતનમાં જઈને સીધો જંગલમાં છુપાઈ જતો! ગત 7 તારીખે ડૂભાલ ફાયર સ્ટેશનના ફાયર ઓફિસરના બંધ ઘરને પણ આ જ રીતે નિશાન બનાવાયું હતું…પરંતુ, આ 20 વર્ષની સ્માર્ટનેસ પોલીસની માત્ર એક ડિજિટલ ક્લિક સામે ફેઈલ સાબિત થઈ! પોલીસે તેની પાસેથી આશરે 15 લાખ રૂપિયાની કિંમતના 116 ગ્રામ સોના અને 246 ગ્રામ ચાંદીના દાગીના રિકવર કર્યા છે.

 

લિંબાયત પોલીસે આ કેસ ઉકેલવા આશરે 120 જેટલા CCTV કેમેરા ફંફોળ્યા…બાતમીના આધારે નીલગીરી સર્કલ પાસેથી જ્યારે શંકાસ્પદ હાલતમાં તેને પકડ્યો. ત્યારે તેણે પોતાનું નામ ‘કિરણ મોરેકર’ અને મધ્યપ્રદેશનો હોવાનું કહી પોલીસને ભટકાવવાનો પ્રયાસ કર્યો…પણ પોલીસ પણ એક કદમ આગળ હતી! પોલીસે જેવો તેનો ફોટો ‘Face Match’ એપ્લિકેશનમાં અપલોડ કર્યો કે તરત જ ટેકનોલોજીએ તેનો અસલી ચહેરો બેનકાબ કરી દીધો…તેનું સાચું નામ નીકળ્યું નિલેશ અંકુશ કાલે! ફેસ મેચ એપની એક ક્લિકે આ અલ્ટ્રા સ્માર્ટ ચોરનો આખો ખેલ ખતમ કરી નાખ્યો અને સુરત, મુંબઈ, પુણે, કલ્યાણ સહિતના શહેરોમાં થયેલી 5 મોટી ઘરફોડ ચોરીઓનો ભેદ એકસાથે ઉકેલાઈ ગયો!.

 

‘મારી સાથે શારીરિક સંબંધ બાંધ, નહી તો તારી દીકરી…’, કહીને આરોપીએ મહિલા સાથે માણ્યુ

 

સુરત પોલીસની આ હાઈટેક અને સ્માર્ટ કામગીરીએ સાબિત કરી દીધું છે કે ગુનેગાર ગમે તેટલો શાતિર હોય, કાયદાના લાંબા હાથ અને આધુનિક ટેકનોલોજીથી બચી શકતો નથી.

 

ત્રણ રાજ્યોની પોલીસની આંખમાં ધૂળ નાખીને ફરતા આ રીઢા અને શાતિર ગુનેગાર નિલેશ કાલેનો આખરે અંત આવ્યો છે…જ્યારે પોલીસ હ્યુમન સોર્સ અને આધુનિક ટેકનોલોજીનું હથિયાર અજમાવે છે, ત્યારે ગમે તેવા ‘સેન્ચુરી કિંગ’ ચોરનો ખેલ પણ એક ડિજિટલ ક્લિકમાં ખતમ થઈ જાય છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *