રાજકોટમાં ફાયનાન્સ પેઢીઓ ચલાવતાં વ્યાજખોરો જીવલેણ બન્યાં હોય તેમ દોઢ મહિના પહેલા માતા-પિતા અને પુત્રના આપઘાત પ્રકરણમાં અંતે વ્યાજખોર સંદીપ લખતરીયા સામે ગુનો દાખલ થયો છે.
એક કલાકમાં ગમે તેમ રૂપીયાની વ્યવસ્થા કરવી જ પડશે કહેતાં જ માતા-પિતા અને પુત્રએ આપઘાત કરી લીધો ‘તો
એક કલાકમાં ગમે તેમ રૂપીયાની વ્યવસ્થા કરવી જ પડશે કહેતાં જ માતા-પિતા અને પુત્રએ આપઘાત કરી લીધો ‘તો
એક કલાકમાં ગમે તેમ રૂપીયાની વ્યવસ્થા કરવી જ પડશે કહેતાં જ માતા-પિતા અને પુત્રએ આપઘાત કરી લીધો ‘તો
►વ્યાજખોરથી કંટાળી અને છેલ્લે કોઈ રસ્તો ન દેખાતા ઝેરી દવા પી ત્રણેયે અંતિમ પગલું ભરી લીધું ‘તું: યુની. પોલીસે વ્યાજખોર વિરુદ્ધ આકરી કલમ હેઠળ ગુનો નોંધ્યો, શોધખોળ
રાજકોટમાં ફાયનાન્સ પેઢીઓ ચલાવતાં વ્યાજખોરો જીવલેણ બન્યાં હોય તેમ દોઢ મહિના પહેલા માતા-પિતા અને પુત્રના આપઘાત પ્રકરણમાં અંતે વ્યાજખોર સંદીપ લખતરીયા સામે ગુનો દાખલ થયો છે.
એક કલાકમાં ગમે તેમ રૂપીયાની વ્યવસ્થા કરવી જ પડશે કહેતાં જ અંતે નિ:સહાય બનેલ ત્રણેયે અંત પગલું ભરી લીધું હતું. બનાવ અંગે પ્રહલાદ પ્લોટમાં આશાપુરા મેઇન રોડ પર રહેતાં ભાવિનભાઇ રસિકભાઈ ખખ્ખર (ઉ.વ.42) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સંદિપ લલિત લખતરિયા(રહે. રાજકોટ) નું નામ આપતાં યુની. પોલીસે મરવા મજબુર કર્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ વેપા2 કરે છે. તેમજ દિલીપભાઈ નટવરલાલ ખખ્ખર (રહે. સાધુવાસવાણી રોડ) તેમના કૌટુંબિક કાકા થાય છે. તેઓ પત્ની સ્મિતાબેન તથા તેના પુત્ર સાથે રહેતા હતા.
ગઇ તા.27/07/2026 ના સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામા તેઓ કામ અર્થે ઘર પાસે હતો ત્યારે ન્યુઝ મારફતે જાણવા મળેલ કે, કૌટુંબિક કાકા દિલીપભાઈ તથા તેમના પત્નિ સ્મિતાબેન તથા તેમનો દિકરો નિશીતભાઈએ ઝેરી દવા પી લિધેલ છે અને સારવારમાં સરકારી હોસ્પીટલ ખાતે લાવેલ છે. જે બાદ તે તુરંત સરકારી હોસ્પિટલ ખાતે ગયેલ ત્યારે ત્રણેય લોકો સારવારમાં હતા અને ત્યા આ દિલીપભાઇના સગા વ્હાલા પણ હાજર હતા.
થોડીવારમા તબીબે જણાવેલ કે, ઝેરી દવા પીવાથી આ ત્રણેયના મોત થયેલ છે. ત્રણેય લોકોના મોબાઇલ ફોન ત્યાંના સ્ટાફ દ્વારા દિલીપભાઈના ભત્રીજા સાગરભાઇને આપેલ હતા. જેમા નિશીતભાઇના મોબાઇલ ફોનમા રેકોડીંગ સાંભળેલ જેમા આશરે બપોરના સમયે આ નિશીત એસ્ટ્રોન ચોક ખાતે લેન્ડમાર્ક બિલ્ડીંગમાં આવેલ સંદિપ લખતરીયાની ઓફીસ ખાતે હોય અને ત્યાંથી તેણે તેના પિતા દિલીપભાઈને ફોન કરેલ હતો.
બન્ને વચ્ચે વાતચીત થયેલ હોય, જેમા નિશીત તેના પિતાને જણાવેલ કે,હું હાલ સદિપભાઈ લખતરીયાની ઓફીસે છું, સંદિપભાઈને બે સોનાની વિંટી આપવાની અને વધારાના રૂપીયા આપવાના છે. તમે સંદિપભાઈને સમજાવી વાત કરો કે મને અહિંથી જવા દે, જેથી દિલીપભાઇએ નિશીતને કહે છે કે, આ સંદિપભાઇને રૂપીયા કેવી રીતે અને કેટલા આપવાના તે બાબતે વાત કરતાં નિશીત કહે છે કે, અગાઉ 22 લાખ આપેલ ત્યારે સંદિપભાઇએ રાહ જોયેલ, પરંતુ હાલ એક લાખ રૂપીયા માટે રાહ જોતા નથી.
જેથી દિલીપભાઈ નિશીતને કહેલ કે, તુ સંદિપભાઈ સાથે વાત કરાવ, હું રિક્વેસ્ટ કરૂ અને તને ત્યાંથી જવા દે, જે બાદ નિશીત તેના મોબાઇલમા સંદિપભાઇને વાત કરાવતા આ દિલીપભાઇ રિક્વેસ્ટ કરે છે અને સંદીપભાઇ માનતા નથી અને દિલિપભાઇ જણાવે છે કે, સંદિપભાઇ અગાઉ મે મકાન તથા સોનુ વેચી અગાઉનુ તમારુ પુરૂ કર્યું હતુ ને? તમે તેને ઘરે આવવા દેશો તો કંઈક વ્યવસ્થા કરીએ, ત્યારે સંદિપભાઇ બોલે છે મે જેની પાસેથી રૂપીયા લિધા તેને આપવા પડે ને, નહિ તો ગોલ્ડ આપવુ પડે ને, ત્યારે દિલીપભાઇ સંદિપને રિક્વેસ્ટ કરે છે કે, પ્લીઝ એને જવા દો, તો સંદિપએ કહેલ કે, આજ સાંજ સુધી નહીં ચાલે, ત્યારે આ દિલીપભાઈ બોલે છે કે, આ નિશીત પાસે પૈસાનો કોઇ સ્કોપ જ નથી. જે બાદ નિશિત તેના પિતા ને કહે છે કે, ફાઇનલ રૂ.97 હજાર દેવાના છે.
જે બાદ નિશીત સંદિપને કહે છે કે, મને કાલ સુધીનો સમય આપો અને હું તમને પ્રોમીશરી નોટ કરી આપીશ. છતાં સંદિપ માનતો ન હોય જેથી નિશીત કહે છે કે, મને ખાલી કલાક કે દોઢ કલાકનો સમય આપો હું ગમે તે વ્યવસ્થા કરૂ, જે બાદ નિશીત તેના પિતાને કહે છે કે સંદિપભાઇ માનતા નથી અને મને જવા દેતા નથી અને મને કહ્યું કે, તુ અહિં બેઠા બેઠા મોબાઇલમાથી ગમે તેમ રૂપીયાની વ્યવસ્થા કર, તો દિલીપભાઈએ નિશીતને કહે છે કે, તો તને ત્યાંથી નહી આવવા દે તો રાત્રે તને ઓફીસમા બંધ કરી દેશે ને ! તો નિશીતે કહેલ કે, આપણું સોનુ છોડાવી સંદિપભાઇએ રાખેલ છે અને વધારાના રૂપીયા પણ દેવાના છે.
જે બાદ નિશીતે સંદિપને કહેલ કે, મને ખાલી દોઢ કલાકનો સમય આપો, હું ઘરે જઇ મારા માતાને લઇ મામાના ઘરે જઈ પૈસાની વ્યવસ્થા કરી પરત આવી જઇશ, ત્યારે સંદિપ બોલે છે કે, દરેક વખતે તુ આમ કરે છે અને જા તુ કલાકમાં ગમે તે કર અને રૂપીયા લઈ આવજે. જે બાદ નિશીતએ ઘરે જઈ તેના માતા અને પિતા સાથે મળી એક સાથે સેલ્ફોસ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જે બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી છે.
વ્યાજખોરે સોનાની વીંટી પણ પડાવી લીધી અને ઉપરથી પઠાણી ઉઘરાણી પણ કરી
જે બનાવમાં મૃતક દિલીપભાઈના દિકરા નિશીત ખખ્ખરએ પોતાની સોનાની બે વિંટી પુનાવાલા ફાઈનાન્સ રાજકોટ ખાતે મુકી લોન લિધેલ હોય જે આ સંદિપ લખતરીયાએ નીશીતને સાથે લઈ જઈ પોતે રૂપીયા આપી વિંટી છોડાવી પોતાની પાસે રાખેલ અને નિશીતને તેની ઓફીસ લેન્ડમાર્ક બિલ્ડીંગ એસ્ટ્રોન ચોક ખાતે બોલાવી ગોંધી રાખી અને વિંટીની મુળ બજાર કિંમત ગણી જેમા છોડાવવા માટે આપેલ રૂપીયા બાદ કરી વધારાના રૂ.97 હજારની માંગણી કરી હતી. તેમજ નિશીતના ફોનમાંથી તેના પિતાને ફોન કરી બંન્નેને ગર્ભીત ધમકી આપી હતી.
ભાવુક પિતા-પુત્રની વાતચીત: તું ઘરે આવ, તારી મમ્મી પણ તૈયાર જ છે
પિતાએ પુત્રને કહ્યું, અમારી પાછળ તારે આવવુ પડશે, ત્યારે નિશીતે કહેલ કે, મારી પાછળ તમારે આવવુ પડશે
વ્યાજખોરની ઓફિસમાંથી નિશીત બહાર આવી તેના પિતાને કહે છે કે, બને એટલી ઉતાવળે કરવાનુ છે, આપણી પાસે બીજો કોઇ રસ્તો ખરો ! ત્યારે તેના પિતાએ કહેલ કે કોઈ રસ્તો નથી ત્યારે નિશીત તેના પિતાને કહેલ કે, આપણે મોબાઇલ બંધ કરી રીક્ષામા બેસી જતા રહીએ ત્યારે તેના પિતા કહે છે કે ક્યાં જઈએ ? કેટલા દિવસ જઇએ ? ક્યાંય બહાર ગામ જવાના પૈસા તો હોવા જોઇને ! ખાવું, પીવુ વિચાર તો કર એમ નમ નથી દોડાતુ! આપણો નિર્ણય ફાઇનલ છે.
ઉપરાંત કહેલ કે, તુ ઘરે આવ અને કોઈને ફોન ના કરતો ત્યારે નિશીત કહે છે કે, મારી હિંમત ચાલતી નથી. બાદ તેના પિતા નિશીતને કહે છે કે, સંદિપએ તને આટલી છુટ આપી તારી પાસે બિજો કોઇ રસ્તો છે કંઈ ? કોઈ આપણને પૈસા આપે એમ છે ? ત્યારે નિશીત કહે છે કે, આટલા દિવસમા ના થયુ હવે શું કલાકમાં થાય ! ત્યારે દિલીપભાઈ કહે છે કે તુ ઘરે આવ આપણે ત્રણેય જણા કરી લઇએ બાદ નિશીત બોલે છે કે, મમ્મીનુ શું કેવુ છે ? ત્યારે દિલીપભાઈએ નિશીતને કહેલ કે મમ્મી એજ કહે છે અમારી પાછળ તારે આવવુ પડશે, એ દુખની વાત છે. ત્યારે નિશીત કહે છે કે, મારી પાછળ તમારે આવવુ પડશે બંન્નેને, ત્યારે દિલીપભાઈ બોલે છે કે, જે હોય એ ઘરે આવતો રે ! આવેશ ને ?
