યુદ્ધના ચક્કરમાં 50 ટન સોનું વેચ્યું ! આખા એશિયાની ડિમાન્ડ પૂરી થઈ, માર્કેટમાં રમાઈ ગોલ્ડની ‘મોટી રમત’

Spread the love

રશિયા ક્રૂડ ઓઇલની નિકાસ કર્યા પછી હવે વિશાળ ગોલ્ડ એક્સપોર્ટર (સોનાના નિકાસકાર) તરીકે ઊભરી આવ્યું છે. ‘સોનું’ વેચવા માટે રશિયા એશિયાઈ દેશો સાથે ડીલ કરી રહ્યું છે. આ વર્ષના પહેલા 6 મહિનામાં હોંગકોંગ રશિયા પાસેથી લગભગ 14.4 અબજ ડોલરની આયાત કરી ચૂક્યું છે, જે ગયા વર્ષે એટલે કે 2025 કરતાં લગભગ 50 ટકાથી પણ વધુ છે.સાથે જ ‘હોંગકોંગ’ રશિયા પાસેથી ખરીદેલું સોનું એશિયાના અન્ય દેશો સુધી પહોંચાડે છે. રશિયાએ વર્ષ 2026 માં પોતાનું સૌથી વધુ સોનું હોંગકોંગને વેચ્યું છે.આ પહેલાં વર્ષ 2025 માં હોંગકોંગે રશિયા પાસેથી લગભગ 9.6 અબજ ડોલરનું ગોલ્ડ ઈમ્પોર્ટ કર્યું હતું પરંતુ આ વર્ષે આ આંકડો ઘણો પાછળ રહી ગયો છે. તેની પાછળનું કારણ લંડન સહિતના અન્ય પશ્ચિમી દેશોમાં રશિયાના સોનાની નિકાસ બંધ થવાનું છે.તેમ છતાંય રશિયા પોતાના ખજાનાને એટલે કે સોનાને વેચી રહ્યું છે. આની પાછળનું કારણ રશિયાનું યુક્રેન સાથે વર્ષોથી ચાલી રહેલું યુદ્ધ છે. આમાં રશિયન સરકારનો ખર્ચ ઘણો વધી ગયો છે. એવામાં પોતાની ખોટ પૂરી કરવા માટે રશિયાએ અત્યાર સુધીમાં પોતાનું લગભગ 50 ટન સોનું વેચી દીધું છે.બીજી તરફ રશિયાએ પોતાનું મોટાભાગનું સોનું એશિયાઈ બજારોમાં વેચ્યું છે. આ જ કારણ છે કે, રશિયા ‘સોનું’ વેચવાના ક્ષેત્રે એક મોટો ટ્રેડિંગ હબ બનીને ઉભર્યો છે. વિશ્વભરમાં એવા ઘણા દેશો છે કે, જેમની પાસે સોનાના રૂપમાં મોટો ખજાનો ભરેલો છે.આમાં ચીન પ્રથમ સ્થાને છે. ચીન પાસે 384.3 મેટ્રિક ટન સોનું છે. બીજા નંબરે રશિયા છે, જેના ખજાનામાં લગભગ 345 મેટ્રિક ટન સોનું ભરેલું છે. ત્યારબાદ ત્રીજા સ્થાને ઓસ્ટ્રેલિયા 293.2 ટન અને પછી કેનેડા, પેરુ, ઘાના તેમજ અમેરિકા સહિતના ઘણા દેશો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *