જામનગરના પંચબી પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવકની હત્યાના કેસમાં પોલીસે ભેદ ઉકેલી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. 12 સપ્ટેમ્બરના રોજ સાગર ખરા નામના યુવક પર હુમલો કરી તેની હત્યા કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપીની પુત્રી સાથે મૃતક સાગરભાઈને પ્રેમસંબંધ હોવાની શંકાને લઈને આરોપીઓએ યુવક પર હુમલો કર્યો હતો.આ મામલે પંચ ખોસી બી પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 103 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસ દરમિયાન પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં દિનેશ જેઠા ગોહિલ અને જગદીશ જેઠા ગોહિલ સહિત ચાર આરોપીઓનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ, બંને અગાઉ પણ નાના-મોટા ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.
ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ કોર્ટના આદેશ મુજબ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર મામલે જામનગરના DySPએ જણાવ્યું હતું કે, ગત તારીખ 12/9/2026ના રોજ જામનગર જિલ્લાના પંચકોટ પોલીસ સ્ટેશન હેઠળ એક યુવકને મારમારી અને એનું મૃત્યુ નીપજવામાં આવેલ છે. તે અનુસંધાને એક ફરિયાદ અમને મળેલ હતી. તે ફરિયાદના અનુસંધાને તાત્કાલિક સ્થળ વિઝિટ કરતા સદરહુ સ્થળ પર સાગર ખરા નામના યુવકનું મૃત્યુ નીપજેલું હતું. અને આ કામે જે આરોપીઓ છે એ આરોપીઓની પુત્રી સાથે સદરહુ મૃતક યુવકને પ્રેમ સંબંધ હોય જે રીજાણ આરોપીઓને થઈ ગયેલ હોય, જેનો શંકો એમ રાખી સદરહુ આરોપીઓ દ્વારા આજે મૃતક છે સાગરભાઈ, એમને મારમારી અને એમનું મૃત્યુ નીપજાવવામાં આવેલ હતું.
તે અન્વયે પંચકોટ પોલીસ સ્ટેશન દ્વારા બી.એન.એસ. કલમ ૧૦૩ અન્વયેનો ગુનો નોંધવામાં આવેલો છે અને જે આરોપીઓ છે ચાર, એ ચારે ચાર આરોપીઓને હાલ અટક કરી લેવામાં આવેલ છે અને ચારે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે. જે મુખ્ય આરોપીઓ છે દિનેશ જેઠા ગોહિલ અને જગદીશ જેઠા ગોહિલ, એ બંને આરોપીઓ અગાઉ પણ નાના મોટા ક્રાઈમમાં સંડોવાયેલા હતા અને તેઓની પણ જે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે. આગળ નામદાર કોર્ટ દ્વારા જે કાંઈ પણ હુકમ આવશે તે અન્વયે આ તપાસમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.