વડનગરમાં દિવાળીનો ધમધમાટ! 1.25 લાખ દીવડાઓથી કાંકરિયા ઝળહળી ઊઠશે, PM મોદીના જન્મદિવસની ઉજવણીને આખરી ઓપ

Spread the love

PM નરેન્દ્ર મોદીના આવતીકાલે (17 સપ્ટેમ્બર) જન્મદિવસને લઈને ભાજપે ગુજરાતમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. વડનગર અને અમદાવાદમાં યોજાનારા કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે. વડનગરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. શર્મિષ્ઠા તળાવથી લઈને હાટકેશ્વર મંદિર સુધીના તમામ વિસ્તારોને રોશનીથી શણગારાયા છે.

 

જ્યારે અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિર ખાતે આરતી અને કાંકરિયા લેકફ્રન્ટ ખાતે 1.25 લાખ દિવડા પ્રગટાવી આશીર્વાદના દીવડાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના જન્મદિવસની આ ભવ્ય ઉજવણી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.

વડનગરમાં હજારોની સંખ્યામાં લોકો PM મોદીના બર્થ-ડે વિશ કરશે

 

PM નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં જન્મોત્સવનો માહોલ અત્યારથી જ જામ્યો છે. દિવાળી હજુ દૂર છે, પરંતુ વડનગરની ગલીઓમાં જાણે દિવાળી આવી ગઈ હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે.

 

શહેરના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોને રોશનીથી શણગારવાની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે, જ્યાં હજારોની સંખ્યામાં લોકો એકત્ર થશે. આ જન્મોત્સવ નિમિત્તે શર્મિષ્ઠા તળાવ પર ભવ્ય આરતી, હાટકેશ્વર મહાદેવ મંદિરે દીપમાળા, વડનગરથી વારાણસી સુધી કળશ યાત્રા તેમજ સાંજે દીવા પ્રગટાવીને નગરજનો દ્વારા વડાપ્રધાનને શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

 

તળાવના કાંઠે દિવ્ય મહાઆરતી અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ

 

વડનગરના શર્મિષ્ઠા તળાવના કાંઠે દિવ્ય મહાઆરતી અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

 

આ સાથે વડનગરની સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરતી કલાકારોની મનોહર પ્રસ્તુતિઓએ ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી.

 

સેવાની ભાવનાને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી યોજાયેલા આ મંગલમય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે મંત્રી કૌશિકભાઈ વેકરીયા, સંજયસિંહ મહિડા, કમલેશ પટેલ, કાંતિલાલ અમૃતિયા અને સ્વરૂપજી ઠાકોર સહિત અનેક મહાનુભાવો તેમજ વરિષ્ઠ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

વડનગરથી વારાણસી સુધીની ભવ્ય કળશ યાત્રા PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે અને જાહેરજીવનમાં 25 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે ભાજપ દ્વારા 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર દરમિયાન દેશવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાશે. 17 સપ્ટેમ્બરે સવારે 9.30 વાગ્યે વડનગરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વારાણસીથી રક્ષામંત્રી રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એકસાથે બે દિશામાં બાઈક યાત્રાનું પ્રસ્થાન કરાવશે.

 

આ બાઈક યાત્રા 10 રાજ્યોના 193 જિલ્લાઓ અને 1159 ગામડાંઓમાંથી પસાર થઈને અંદાજે 40,000 કિલોમીટરનું અંતર કાપશે. વડનગર અને વારાણસી બંને તરફથી 250-250 બાઈક પર 500-500 યુવાનો (કુલ 1000) 10 અલગ-અલગ જૂથ અને રૂટ દ્વારા જોડાયા બાદ 7 ઓક્ટોબરે આ યાત્રાનું સમાપન થશે.

 

યાત્રા દરમિયાન વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, નશામુક્ત ભારત, ટીબી મુક્ત ભારત અને જળસંરક્ષણ જેવા સામાજિક જાગૃતિના કાર્યક્રમો યોજાશે. આ સાથે સફાઈ કર્મચારીઓનું સન્માન તેમજ સરકારી યોજનાઓના લાભાર્થીઓ, યુવાનો અને મહિલાઓ સાથે સંવાદ પણ કરાશે.

 

PM મોદીના જન્મદિવસની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ 

હાટકેશ્વર મહાદેવને જળાભિષેક કરાશે ચાર પવિત્ર સ્થળો સોમનાથ, ઉનાઈ માતા મંદિર, શામળાજી અને પાવાગઢથી 13 સપ્ટેમ્બરે પવિત્ર જળ સાથે ચાર અલગ-અલગ બાઈક યાત્રાનો પ્રારંભ કરાયો હતો. આજે 16 સપ્ટેમ્બરે ચારેય પવિત્ર સ્થળોથી લાવવામાં આવેલું જળ લઈને બાઈક યાત્રા વડનગરની ઐતિહાસિક ધરતી પર પહોંચ્યું અને આવતીકાલે જ્યાં તેના એક ભાગથી હાટકેશ્વર મહાદેવનો જળાભિષેક કરાશે અને બીજો ભાગ શર્મિષ્ઠા તળાવમાં અર્પણ કરાશે.

 

આ કળશ યાત્રાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રસ્થાન કરાવવાના હોવાથી સમગ્ર કાર્યક્રમને ભવ્ય સ્વરૂપ આપવા માટે વડનગરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારબાદ શર્મિષ્ઠા તળાવનું પવિત્ર જળ સાથે લઈને 250 બાઈક પર 500 ભાજપ કાર્યકર્તાઓ વારાણસી જવા રવાના થશે, જ્યાં પહોંચીને તેઓ કાશી વિશ્વનાથ મહાદેવનો જળાભિષેક કરશે.

4.80 લાખથી વધુ દીવડા પ્રજ્વલિત કરાશે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ તેમજ મેયર હિતેશ બારોટ 1000 સફાઈ કામદારો સાથે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે સંધ્યા આરતીમાં સહભાગી થશે. આ ઉપરાંત, શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હેઠળ 10 સ્થળોએ રક્તદાન કેમ્પ અને 14 જગ્યાઓએ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજીને આરોગ્ય અને સેવા સભર વાતાવરણ ઊભુ કરાશે.

 

‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ હેઠળ સમગ્ર શહેરને દિવ્ય રોશનીથી ઝળહળતું કરાશે, જેમાં ભારતભરમાં આઈકોનિક પ્લેસ તરીકે પસંદ કરાયેલા કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે 1.25 લાખ અને અટલબ્રિજ ખાતે 76,000 દીવડા પ્રજ્વલિત કરાશે. શહેરમાં 48 વોર્ડના 4.80 લાખ દીવાઓ ઉપરાંત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, રિવરફ્રન્ટ, મેટ્રો પ્રોજેક્ટ, નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ જેવા મુખ્ય વિકાસના સ્થળો, વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓના ઘરો અને ગણપતિ પંડાલોમાં પણ દીવડાઓ પ્રગટાવીને ઉજવણી કરાશે.

 

કાંકરિયા તળાવના ફરતે 1.25 લાખ કાંકરિયા તળાવના ફરતે 1.25 લાખ દિવડાઓ પ્રગટાવાશે

 

અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે કહ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને અમદાવાદમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જે અંતર્ગત દરેક વોર્ડમાં બ્લડ કેમ્પ યોજાશે. તેમજ તમામ મંદિરો અને શહેરના જાણીતા સ્થળો ઉપર સાંજના સમયે આશીર્વાદ દીવડાનો કાર્યક્રમ પણ છે. કાંકરિયા તળાવના ત્રણ કિલોમીટરના ફરતે 1.25 લાખ દિવડાઓ પ્રગટાવવામાં આવશે.

 

66 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ PM મોદીના જન્મદિવસે વડનગર અને અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જેમાં વડનગરમાં તેઓ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અમદાવાદમાં સાંજે 6:30 વાગ્યાની આસપાસ જમાલપુર જગન્નાથ મંદિરે આરતી કરશે. આરતી કર્યા બાદ કાંકરિયા લેક ફ્રંટ ખાતે યોજાનારા આશીર્વાદના દીવડા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

 

‘કાંકરિયા ખાતે યોજાનારા કાર્યક્રમને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં બપોરથી જ કાંકરિયાની ચારે તરફ દિવડા લગાવવાની શરૂઆત થશે અને સાંજે તેને પ્રગટાવવામાં આવશે. આ સાથે જ વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને આગોતરું આયોજનના ભાગરૂપે એક મંડપ ઊભો કરાયો છે, જેથી રાત્રે વરસાદ આવે તો પણ કાર્યક્રમ અવિરતપણે મંડપમાં યોજી શકાય.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *