ગુજરાત ભાજપમાં મોટો ફેરફાર: 6 જિલ્લા પ્રભારી અને 11 કારોબારી સભ્યોની નિમણૂક

Spread the love

ગુજરાત ભાજપ (Gujarat BJP) દ્વારા સંગઠનને લઈને મહત્વની નવી નિમણૂકો જાહેર કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા (Jagdish Vishwakarma)ની આગેવાની હેઠળ 6 જિલ્લા અને મહાનગર માટે નવા પ્રભારીઓની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત પ્રદેશ કારોબારી સમિતિમાં 11 નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. નિમણૂકો અંગેનો આદેશ પ્રદેશ મહામંત્રી ડૉ.પ્રશાંત કોરાટ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને તમામ જવાબદારીઓ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે.

 

6 જિલ્લા માટે નવા BJP પ્રભારી

 

ગુજરાત ભાજપ (Gujarat BJP) દ્વારા આણંદ, નર્મદા, દાહોદ, ગીર સોમનાથ, મહીસાગર અને ડાંગ માટે નવા પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે.

 

આણંદ માટે રાજેન્દ્રભાઈ ત્રિવેદી, નર્મદા માટે ડૉ. મુકેશભાઈ રાઠવા, દાહોદ માટે શશિકાંતભાઈ પંડ્યા, ગીર સોમનાથ માટે શરદભાઈ લાખાણી, મહીસાગર માટે વિશાલભાઈ ભરવાડ અને ડાંગ માટે શિલ્પેશભાઈ દેસાઈને જવાબદારી સોંપવામાં આવી છે. પક્ષના સંગઠનાત્મક આદેશ મુજબ આ તમામ નિમણૂકો તાત્કાલિક અસરથી અમલમાં આવી છે.

 

પ્રદેશ કારોબારીમાં 11 નવા નામ

 

ગુજરાત ભાજપ (Gujarat BJP)ની પ્રદેશ કારોબારી (State Executive)સમિતિમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે 11 નેતાઓને નવા સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ખાલી જગ્યાઓ અગાઉના કેટલાક સભ્યોને અન્ય સંગઠનાત્મક જવાબદારીઓ મળ્યા બાદ ઊભી થઈ હતી.

 

નવી નિમણૂક પામેલા સભ્યોમાં રાજેન્દ્રભાઈ ત્રિવેદી, ડૉ. મુકેશભાઈ રાઠવા, શરદભાઈ લાખાણી, કિશોરભાઈ ગાવિત, મનીષભાઈ પટેલ, અરુણાબેન ચૌધરી, શિલ્પેશભાઈ દેસાઈ, વિશાલભાઈ ભરવાડ, નંદિતાબેન ઠાકુર, ડૉ. જાનકીબેન આચાર્ય અને કનુભાઈ અરવિંદભાઈ પટેલનો સમાવેશ થાય છે.

 

ચાર ઝોનમાં સહ-પ્રભારીઓની જવાબદારી

 

સંગઠનના કામકાજને ઝોન કક્ષાએ આગળ વધારવા માટે સેલ સંકુલ યોજના હેઠળ ચારેય ઝોન માટે સહ-પ્રભારીઓની પણ જાહેરાત કરવામાં આવી છે. દક્ષિણ ઝોન માટે રાજેશભાઈ દેસાઈ, મધ્ય ઝોન માટે રજુભાઈ પટેલ-માસ્તર, ઉત્તર ઝોન માટે હાર્દિકસિંહ ડોડીયા અને સૌરાષ્ટ્ર ઝોન માટે ડૉ. જાનકીબેન આચાર્યને જવાબદારી સોંપવામાં આવી છે.

 

આ નવી વ્યવસ્થા હેઠળ જિલ્લા સ્તરથી લઈને ઝોન અને પ્રદેશ સ્તર સુધી સંગઠનાત્મક જવાબદારીઓનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. તાજેતરના સંગઠનાત્મક ફેરફારોમાં નવા પ્રભારીઓ અને કારોબારી સભ્યોને જવાબદારી સોંપવાનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *