નવી દિલ્હી, તા.22 આજે સામાન્ય માણસ માટે સોનુ ખરીદવું સપના જેવું છે પણ ચીને છેલ્લા આઠ મહિનામાં અધધધ એક હજાર ટન સોનાની ખરીદી કરીને દુનિયાભરમાં હલચલ મચાવી દીધી છે. માત્ર આઠ મહિનામાં ચીને ખરીદેલો સોનાનો જથ્થો ભારતના કુલ સોનાના જથ્થા કરતા પણ વધુ છે.
અહેવાલો મુજબ ચીનમાં સોનાની ખરીદી વધવા પાછળ રોકાણની મજબૂત માંગ, વૈશ્વિક કિંમતોમાં ઘટાડો અને ચીની યુઆનમાં મજબૂતી મહત્વના કારણો છે.ચીન દુનિયાનું સૌથી મોટું ગોલ્ડ ખરીદનાર છે અને તેની આ ઝડપી ખરીદારી ગ્લોબલ માર્કેટની સાથે સાથે ભારતમાં સોનાની કિંમતો પર પણ અસર પાડી શકે છે.
જાન્યુઆરીથી ઓગસ્ટ 2026 દરમિયાન સોનાની આયાત 1000 ટન એટલે કે 10 લાખ કિલોગ્રામને પાર થઇ ગઇ. આજની આંતરરાષ્ટ્રીય કિંમત (4391 ડોલર દર આૈંશ) આટલી ખરીદી કિંમત 13.52 લાખ ડોલર રૂપિયાથી વધુ બેસે છે.
ચીનમાં માત્ર ફિઝિક્લ ગોલ્ડની માંગ નથી વધી બલ્કે ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કર્યું છે. આથી સંકેત મળે છે કે ચીનમાં રોકાણકાર સોનાને મોંઘવારી, આર્થિક અનિશ્ચિતતા અને બજારમાં બીજા રોકાણ વિકલ્પો સાથે સંકળાયેલા જોખમ વચ્ચે એક સુરક્ષિત વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. ચીનની આટલી મોટી સોનાની ખરીદી ગ્લોબલ બજારમાં સોનાની માંગને મજબૂત કરી શકે છે.
