એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત કેસમાં બસચાલકની ધરપકડ, 5 લોકોના મોત બાદ ફરાર થયો હતો આરોપી

Spread the love

આણંદ-નડિયાદ વચ્ચે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગત રોજ સર્જાયેલા ગમખ્વાર અકસ્માત મામલે આણંદ ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ભારે શોધખોળ બાદ ફરાર બસ ચાલક રાજુસિંહ નવલસિંહ ચૌહાણને ઝડપી પાડ્યો છે. બસ ચાલકની ધરપકડ

 

ખાનગી બસ અને ટ્રક વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં પાંચ લોકોનાં મોત થયા હતા, જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતાઅકસ્માત બાદ ખાનગી બસનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં આણંદ ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે ભારે શોધખોળ બાદ ફરાર બસ ચાલકને ઝડપી પાડ્યો છે.

 

5 લોકોના મોત થયા હતા

 

પ્રાથમિક માહિતી મુજબ ખાનગી બસ સુરતથી રાજસ્થાન તરફ જઈ રહી હતી. આ દરમિયાન આણંદ-નડિયાદ વચ્ચે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે અકસ્માતમાં પાંચ લોકોનાં મોત થયા હતા અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હાલ ફરાર બસ ચાલક ઝડપાઈ જતાં અકસ્માત મામલે તપાસમાં મહત્વની કડી મળી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *