ચોરી થઈ હોય અને કોઈના પૈસા પાછા આવ્યા ખરા? ગુજરાતમાં આ બેનજી ના પૈસા 14 લાખ પાછા આવતા જુઓ ડેપ્યુટી મુખ્યમંત્રી સામે ગદ ગદ થઈ ગયા

Spread the love

સુરત જિલ્લાના કિમ વિસ્તારમાં એક મહિલાના ઘરમાંથી થયેલી લાખો રૂપિયાની ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલવામાં સુરત જિલ્લા પોલીસને મોટી સફળતા સાંપડી છે. પોલીસે આકરી મહેનત અને સઘન તપાસના અંતે ચોરીમાં ગયેલા રૂ.14.28 લાખ રોકડા રિકવર કર્યા છે. ચોરાયેલી આ માતબર રકમ હર્ષ સંઘવીના હસ્તે પીડિત મહિલાને સન્માનપૂર્વક પરત સોંપવામાં આવી હતી.

 

કિમ વિસ્તારમાં રહેતી એક મહિલાના ઘરમાં અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને લાખો રૂપિયાની રોકડ રકમની ચોરી કરી હતી. આ ચોરાયેલી રકમ મહિલાની આખી જિંદગીની મહેનતની એકત્રિત કરેલી મૂડી હોવાથી તેના પર આભ તૂટી પડ્યું હતું. ઘટનાની ગંભીરતા જોઈ સુરત જિલ્લા પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. પોલીસે વિસ્તારના સેંકડો CCTV ફુટેજ ચકાસીને ચોરનો પીછો કર્યો હતો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મહારાષ્ટ્રમાંથી આરોપીને ઝડપી પાડી ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

સુરત જિલ્લા પોલીસ દ્વારા ચોરી થયેલી પૂરેપૂરી રકમ રૂ.14.28 લાખ શોધી કાઢીને હર્ષ સંઘવીના હસ્તે મહિલાને સુપ્રત કરવામાં આવતાં જ વાતાવરણ અત્યંત ભાવુક બની ગયું હતું. પોતાની જીવનભરની કમાણી સલામત રીતે પાછી મળતાં મહિલાની આંખોમાંથી અશ્રુ વહી નીકળ્યા હતા. મહિલાએ ભાવુક થઈને હર્ષ સંઘવી અને સુરત જિલ્લા પોલીસનો હૃદયપૂર્વક આભાર માનતા જણાવ્યું હતું કે, “મારા માટે સુરત પોલીસ અને હર્ષભાઈ સાક્ષાત ભગવાનનું રૂપ બનીને આવ્યા છે.” સુરત જિલ્લા પોલીસની આ સફળ કામગીરીની સમગ્ર વિસ્તારમાં ભારે પ્રશંસા થઈ રહી

છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *