ગાંધીનગર મહાનગર ભાજપા અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવેના મીડિયા સંબોધનના અંશ
——
૧૧ ઓકટોબર રવિવારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણી માટે મતદાન થવાનું છે.
હાલમાં ચાલી રહેલા ભાજપા ઉમેદવારોના જનસંપર્ક દરમિયાન તમામ ૧૧ વોર્ડમાં જનતાનો અભૂતપૂર્વ આવકાર અને ભારતીય જનતા માટેનું સમર્થન જોવા મળી રહ્યું છે.
ચુંટણી ટાણે કોંગ્રેસની ફેક ફેકટરી ફરી સક્રિય થઈ ગઈ છે.
પાયાવિહોણા આક્ષેપોના પોટલાં સાથે કોંગ્રેસ ફરી રહી છે.
જમીની સ્તરે જનતાનું સમર્થન ગુમાવી ચૂકેલી કોંગ્રેસ ચુંટણી સમયે જનતાને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરી રહી છે.
ગાંધીનગરની જનતા સાક્ષી રહી છે કે, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પાટનગર સર્વાંગી વિકાસ સાથે વધુ સુંદર, સુવિધાજનક અને આધુનિક બન્યું છે.
પાટનગરનો વિકાસ આંખે ઉડીને વળગે તેવો છે.
પાટનગરની વિકાસયાત્રા માટે કોંગ્રેસના સર્ટિફિકેટની જરૂર નથી.
ભાજપે ઇઝ ઓફ લિવિંગ ને કેન્દ્રસ્થાને રાખીને જનસેવા, જનસુવિધા અને વિકાસના મંત્ર સાથે કાર્ય કર્યું છે.
જેમ જેમ પાટનગર નો વિસ્તાર વધ્યો જેમ જેમ પાટનગરમાં જનસંખ્યા વધી તે મુજબ જરૂરિયાતોને અનુરૂપ પાટનગરના સર્વાંગી વિકાસ પર ભારતીય જનતા પાર્ટીએ વિશેષ ભાર આપ્યો છે.
મેટ્રો, AC ઇલેક્ટ્રિક બસ સહિત પરિવહનથી લઈને આરોગ્ય, સ્વચ્છતા, શિક્ષણ, પર્યાવરણ, પાણી, આવાસ અને નાગરિક સુવિધાઓ સુધી દરેક ક્ષેત્રમાં અભૂતપૂર્વ કામગીરી થઇ છે અને ગાંધીનગરને વધુ આધુનિક, સુવિધાસંપન્ન અને વિકસિત શહેર બનાવવાની દિશામાં ભાજપા સતત કાર્યરત છે.
ગાંધીનગરના વિકાસને જનતાએ જાતે જોયો છે, અનુભવ્યો છે.
પાંચ વરસ ગાયબ રહેલા કોંગ્રેસીઓ વરસાદી દેડકા ની જેમ બહાર આવી ગયા છે.
કોંગ્રેસને જનતા સાથે કોઈ લેવાદેવા નથી, તેમને માત્ર મત માં જ રસ છે.
પણ ગાંધીનગરની જનતા રંગ બદલતી કોંગ્રેસને ખૂબ સારી રીતે ઓળખી ચૂકી છે.
ગાંધીનગરની જનતાને વિવાદ નહિ વિકાસ જોઈએ છે. માટે જનતાની પસંદગી ભાજપા રહેવાની છે.
કોંગ્રેસને ક્યારેય ગુજરાતનો વિકાસ દેખાયો નથી.
આ ચુંટણીમાં કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો અને જનતાના આશીર્વાદ થી ભાજપાનો ઐતિહાસિક વિજય નિશ્ચિત છે.
