છત્રાલ GIDCમાં મોતનો ધડાકો! બોઈલર વેસલ ફાટતાં 4નાં મોત, કામદારો હવામાં ફંગોળાયા

Spread the love

ગાંધીનગરની છત્રાલ GIDCની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા 4ના મોત: પ્રેશરના કારણે બોઈલરની વેસલ ફાટી, કામ કરી રહેલા કામદારો ઉછળીને દૂર ફંગોળાયાગાંધીનગના કલોલ તાલુકામાં આવેલી છત્રાલ GIDCમાં આવેલી કોવિકા ડાયઝ એન્ડ ઈન્ટરમીડિયેટ નામની કેમિકલ કંપનીમાં જોરદાર બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોત નિપજ્યા. કેમિકલ કંપનીના બોઈલરની વેસલમાં પ્રેશર વધી જતા જોરદાર બ્લાસ્ટ થયો. જેના કારણે નજીકમાં કામ કરી રહેલા ચાર કામદારો ઉછળીને દૂર ફંગોળાયા અને ગંભીર રીતે દાઝી જતા સારવાર મળે તે પહેલા જમોત નિપજ્યા. ધડાકાથી આખી ફેક્ટરી અને આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો.પ્રેશર વધતા બોઈલરમાં બ્લાસ્ટ થયાનું અનુમાન મળતી પ્રાથમિક વિગતો અનુસાર, ફેક્ટરીમાં રોજિંદીની જેમ શ્રમિકો પોતપોતાની કામગીરીમાં વ્યસ્ત હતા.

 

દરમિયાન કેમિકલ પ્લાન્ટની રિડક્શન વેસલ/બોઈલરની નોઝલમાં અચાનક પ્રેશરનું પ્રમાણ ક્ષમતા કરતાં વધી ગયું હતું. પ્રેશર અનિયંત્રિત થઈ જતાં વેસલમાં અચાનક મોટો બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે બોઈલર પાસે જ કામ કરી રહેલા ચાર પરપ્રાંતીય કામદારો એકબીજા સાથે અને પ્લાન્ટની કઠોર રચનાઓ સાથે અથડાઈને હવામાં ફંગોળાઈ પડ્યા હતા. ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે ચારેય શ્રમિકોએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો.ફાયર અને પોલીસ વિભાગે તપાસ હાથ ધરી ઘટનાની જાણ થતાં જ કલોલ તાલુકા પોલીસ, ફાયર બ્રિગેડની ટીમો તેમજ ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિક પ્રાંત અધિકારી, મામલતદાર અને એફએસએલની ટીમોએ સ્થળ પર પહોંચીને અકસ્માતના મૂળ કારણો જાણવા ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

 

આ કરુણ દુર્ઘટના અંગે માહિતી આપતાં કલોલ તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટર જે.જે. ગઢવીએ જણાવ્યું હતું કે, “છત્રાલ GIDCની ‘કોવિકા ડાઈઝ’ કંપનીમાં કેમિકલ પ્લાન્ટની રિડક્શન વેસલમાં યાંત્રિક ખામી સર્જાવાને કારણે આ અકસ્માત થયો છે, જેમાં ચાર કર્મચારીઓના મૃત્યુ થયા છે. પ્રાથમિક તપાસમાં બોઈલરની વેસલમાં ઓવર પ્રેશર થવાથી દુર્ઘટના બની હોવાનું જણાય છે, પરંતુ ચોક્કસ કારણ FSL રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કંપની પાસે જરૂરી ફાયર એન.ઓ.સી. તથા અન્ય કાયદાકીય મંજૂરીઓ ઉપલબ્ધ હોવાની પ્રાથમિક માહિતી મળી છે, તેમ છતાં સુરક્ષા સંબંધિત તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *