VIDEO: નવરાત્રીમાં પાણીની બોટલ વેચીને આ યુવકે કેટલા રૂપિયા કમાયા? આંકડો સાંભળીને તમે રીતસરના ચોંકી જશો

Spread the love

અત્યારે નવરાત્રીની જોરશોરથી ઉજવણી કરવામાં આવી રહી છે. ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અનેક ઠેકાણે નવરાત્રીના મોટા-મોટા આયોજન થયા છે. પરંતુ આવા સમયે કેટલાક લોકો તહેવારનો આનંદ નથી લેતા, પણ કમાણીની તક શોધે છે. સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેની આજે ઘણી ચર્ચા ચાલી રહી છે. આ વીડિયોમાં એક યુવક સ્ટોલ લગાવીને પાણીની બોટલો વેંચતો જોવા મળી રહ્યો છે.

નવરાત્રીમાં પાણીની બોટલ વેચીને આ યુવકે કેટલા રૂપિયા કમાયા? આંકડો સાંભળીને તમે રીતસરના ચોંકી જશો

વીડિયોમાં તે કહે છે કે, હું નાની ઉંમરે જ બિઝનેસમેન બની ગયો છું.

આ વીડિયો @dhandhadecodes નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ ચેનલ પર ભારતના નાના-મોટા બિઝનેસ અને તેની કમાણી વિશે કન્ટેન્ટ શેર કરવામાં આવે છે.

વીડિયોમાં યુવક જણાવે છે કે, તેણે ગરબા ગ્રાઉન્ડમાં એક નાનો સ્ટોલ લીધો છે. આ માટે તેને દરરોજ લગભગ 20 હજાર રૂપિયા ભાડું આપવું પડે છે. આ યુવક સ્ટોલ ખાતે 20-20 રૂપિયાની પાણીની બોટલ વેચી રહ્યો છે. વીડિયોમાં તે દાવો કરે છે કે દરરોજ લગભગ 2 હજાર લોકો તેના સ્ટોલ ખાતે આવે છે.

‘એક દિવસમાં લગભગ 100 પેટી પાણી વેચાઈ જાય છે’

તેના જણાવ્યા અનુસાર, એક દિવસમાં લગભગ 100 પેટી પાણી વેચાઈ જાય છે. એક પેટીમાં 24 બોટલો આવે છે, એટલે કે દરરોજની 2400 બોટલો. દરેક બોટલ 20-20 રૂપિયામાં વેચાય છે. તેથી તેને દરરોજ 48 હજારની કમાણી થાય છે. આપને જણાવી દઈએ કે, આ નફો નથી, આ ગ્રોસ વેચાણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *