16 વર્ષના કિશોરની આંખની પાંપણમાં દાંત ઉગ્યો, આ કારણે મોંની અંદર હોવો જોઈએ એ દાંત છેક આંખ સુધી પહોંચી ગયો

Spread the love

તમિલનાડુના મદુરાઈમાં ડોક્ટરો સામે એક અત્યંત દુર્લભ અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં 16 વર્ષના કિશોરની ડાબી આંખની પાંપણ ઉપર દાંત જેવી રચના વિકસેલી જોવા મળી હતી. તપાસ બાદ ડોક્ટરોએ સર્જરી કરીને આ દાંત કાઢી નાખ્યો હતો. ડોક્ટરોના જણાવ્યા મુજબ, આંખના સોકેટના ઉપરના ભાગમાં દાંત મળવાનો આ વિશ્વનો પ્રથમ નોંધાયેલો કેસ છે.

મદુરાઈની અરવિંદ આઈ હોસ્પિટલમાં કિશોરની ડાબી પાંપણ છેલ્લા એક મહિનાથી સૂજેલી હતી. જોકે તેને કોઈ દુખાવો થતો નહોતો અને અગાઉ આંખની આસપાસ કોઈ ઈજા પણ થઈ નહોતી. તપાસ દરમિયાન ડોક્ટરોને સૂજેલા ભાગમાં બે સખત અને સફેદ ઉભાર જોવા મળ્યા.

 

સીટી સ્કેન કરાવતા જાણવા મળ્યું કે આંખના સોકેટના ઉપરના ભાગમાં દાંત જેવી રચના વિકસેલી છે. તેમાં દાંતનો ઉપરનો ભાગ અને મૂળ બંને હાજર હતા. સર્જરી કરીને તેને બહાર કાઢવામાં આવ્યો હતો. તપાસમાં આ એક સંપૂર્ણ રીતે વિકસેલો કેનાઇન દાંત હોવાનું સામે આવ્યું હતું. તેમાં કોઈ ટ્યુમરના અંશ મળ્યા નહોતા નથી.

તપાસમાં શરીરના અન્ય કોઈ ભાગમાં આવો દાંત જોવા મળ્યો નહોતો. સર્જરી બાદ ડોક્ટરોનું કહેવું છે કે ભવિષ્યમાં ફરી આવી સમસ્યા થવાની શક્યતા ખૂબ જ ઓછી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *