ઈસબગુલના ભાવમાં આવ્યો મોટો ઉછાળો; ભાવ ઉછળીને 3500 રૂપિયા સુધી પહોંચ્યા, પાણીની અછતથી ઉત્પાદન ઘટવાની શક્યતા

Spread the love

ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના મુખ્ય પાક ગણાતા ઈસબગુલના ભાવમાં ફરી મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજસ્થાનમાં પાણીની અછતને કારણે આગામી સિઝનમાં ઉત્પાદન ઘટે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ અછતની ભીતિ વચ્ચે બજારમાં ઈસબગુલની માંગ વધી છે અને તેજીનો માહોલ સર્જાયો છે. ગત વર્ષે ભાવ ગગડીને 2200 થી 2300 રૂપિયા થઈ જતાં ખેડૂતોને નુકસાન વેઠવું પડ્યું હતું, પરંતુ હવે ભાવ ઉછળીને 3000 થી 3500 રૂપિયા પહોંચી ગયા છે.

 

આગામી દિવસોમાં ભાવમાં હજુ પણ મોટો વધારો થવાની સંભાવના હોવાથી ખેડૂતો અને વેપારીઓને સીધો ફાયદો થશે.

 

ભાવ 2200-2300 થી ઉછળીને 3000-3500 રૂપિયા સુધી પહોંચ્યા…

ઉત્તર ગુજરાત અને રાજસ્થાન એ ઈસબગૂલ પકવતા મુખ્ય વિસ્તારો છે, જેમાં સૌથી મોટો પાક રાજસ્થાનમાં થાય છે. ગત વર્ષે ઈસબગૂલનો પાક ખૂબ સારો રહ્યો હતો, જેને કારણે સિઝનમાં 3000 રૂપિયાની આસપાસ બોલાતો ભાવ ગગડીને 2200 થી 2300 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. પડતર કિંમત કરતા પણ ભાવ તળિયે બેસતા ખેડૂતો અને વેપારીઓને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. પરંતુ આ વર્ષે સ્થિતિ બદલાઈ છે. રાજસ્થાનમાં પાણીની અછત સર્જાઈ છે, જેના કારણે આગામી સિઝનમાં ઈસબગૂલનું ઉત્પાદન ઓછું થવાની પૂરેપૂરી શક્યતા છે. ઉત્પાદન ઘટવાના કારણે ભાવમાં વધારો નોંધાયો છે અને આવનારા સમયમાં હજુ પણ ભાવ વધે તેવી શક્યતાઓ પ્રબળ બનતી દેખાઈ રહી છે.

 

છતની ભીતિને પગલે બજારમાં તેજીનો માહોલ છવાયો

જીઓ-પોલિટિકલ કારણો અને વધેલા ફ્રેટને લીધે અગાઉ માંગ ઓછી હતી, પરંતુ હવે બજારમાં સારી માંગ છે અને કેટલાક સમયથી વેપાર પણ સારો છે. નવા પાકની અછતની ભીતિને પગલે બજારમાં તેજીનો માહોલ છવાયો છે. ઈસબગૂલના જે ભાવ અગાઉ 2200 થી 2300 રૂપિયા થઈ ગયા હતા, તે ફરી ઉછળીને 3000 થી 3500 રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે. ઈસબગૂલ પકવતા વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધતા ઓછી હોવાથી આગામી દિવસોમાં હજુ પણ ભાવમાં મોટો ઉછાળો આવે તેવી પ્રબળ સંભાવનાઓ જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *