‘પહેલા મારા લગ્ન કરાવો,’ જીવનસાથીની શોધમાં ઉમટી પડ્યાં 7 હજાર લોકો, નેશનલ હાઈવે સુધી પહોંચી લાઈન

Spread the love

લગ્ન માટે યોગ્ય જીવનસાથી શોધવો ઘણા લોકો માટે મુશ્કેલ બની જાય છે. આ વાતનો નજારો કેરળના કોઝિકોડમાં જોવા મળ્યો, જ્યાં એક મફત મેટ્રિમોનિયલ કેમ્પમાં અંદાજે 7 હજાર લોકો પહોંચી ગયા. આયોજકોએ માત્ર 1,500 ફોર્મ છપાવ્યાં હતાં, પરંતુ ભારે ભીડને કારણે વધારાનાં 4 હજાર ફોર્મ છપાવવા પડ્યાં. લોકોની લાઇન મંદિરથી બહાર નીકળીને નેશનલ હાઇવે સુધી પહોંચી ગઈ હતી.1,500 ફોર્મ છપાવ્યાં, પણ ભીડ 7 હજારની પહોંચી

 

કેરળના કોઝિકોડ જિલ્લાના કરંથુર સ્થિત હરહરા મહાદેવ મંદિરમાં રવિવારે અપરિણીત લોકો માટે આ નિઃશુલ્ક લગ્ન નોંધણી કેમ્પ યોજાયો હતો. શરૂઆતમાં 1,000થી 2,000 લોકો આવવાની આશા હતી. જોકે, સવારે જ મોટી સંખ્યામાં લોકો પહોંચતાં ફોર્મ ખૂટી ગયાં. પહેલાં ફોર્મની ફોટોકોપી કરાવવામાં આવી અને ત્યારબાદ પ્રિન્ટિંગ પ્રેસમાંથી 4 હજાર વધારાનાં ફોર્મ મંગાવવામાં આવ્યાં.

 

રજિસ્ટ્રેશન કરાવનારાઓમાં 80 ટકા પુરુષો

 

આ કેમ્પમાં નોંધણી કરાવનારાઓમાં લગભગ 80 ટકા પુરુષો હતા. તેમાં 30 વર્ષથી વધુ ઉંમરના લોકોની સંખ્યા મોટી હતી. 40 અને 50 વર્ષની ઉંમરના લોકોએ પણ જીવનસાથીની શોધ માટે અરજી કરી હતી. કેટલીક મહિલાઓ બીજી વખત લગ્ન કરવા માટે પણ યોગ્ય જીવનસાથી શોધી રહી હતી. અનેક માતા-પિતા પોતાના સંતાનો માટે સંબંધ શોધવાની આશા સાથે કેમ્પમાં પહોંચ્યા હતા.

 

હવે દર રવિવારે યોજાઈ શકે છે કેમ્પ

 

આ કેમ્પની જાણકારી વોટ્સએપ અને ફેસબુક ગ્રૂપ દ્વારા ફેલાવવામાં આવી હતી. હવે આયોજકો તમામ અરજીઓનો ડેટાબેઝ તૈયાર કરીને અરજદારો સાથે યાદી શેર કરવાની યોજના બનાવી રહ્યા છે. આ પ્રક્રિયામાં 10થી 20 દિવસ લાગી શકે છે. મળેલા જબરદસ્ત પ્રતિસાદ બાદ 22 નવેમ્બર પછી દર રવિવારે આવો કેમ્પ યોજવા અંગે પણ વિચારણા ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *