OBC ક્રિમીલેયર માતા – પિતાના વેતન નહી, પદ – સ્ટેટસ – આધારિત નિશ્ચિત થશે

Spread the love

અધર મેકવર્ડ કલાસ એટલે કે ઓબીસીમાં ક્રિમીલેયર અંગે સર્વોચ્ચ અદાલતે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે ક્રિમીલેયર ફકત માતા-પિતાની આવક પરથી નકકી થશે નહી પણ તેમના (માતા-પિતાના) નોકરી-સેવા સંબંધીત સ્થિતિ અને પદની પણ ગણતરી કરવામાં આવશે.

 

ભારત સરકાર વિ. રોહિત નાથનના કેસમાં સર્વોચ્ચ અદાલતે આ ચુકાદો પાછળની તારીખથી લાગુ નહી કરવાની માંગણી સ્વીકારી હતી.અગાઉના ચુકાદા સામે કેન્દ્ર સરકારે કયુરેટીવ પીટીશન કરી હતી પણ તે પણ સર્વોચ્ચ અદાલતે સ્વીકારી ન હતી. આમ ઓબીસીમાં ક્રિમીલેયર મુદે સુપ્રીમ કોર્ટે અંતિમ માપદંડ નિશ્ચિત કરી લીધા છે.

 

સુપ્રીમ કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, ઓબીસીમાં ક્રિમીલેયર એ ફરી માતા-પિતાની આવક આધારિત જ શું કામ છે! માતા-પિતાના પદ એટલે કે સ્ટેટસ આધારિત શા માટ નહી! (જેમકે એબીસીડી વર્ગ મુજબ) આ પણ જોવું જરૂરી છે.

 

હાલની વ્યાખ્યા મુજબ રૂા.8 લાખથી વધુ આવક ધરાવનાર ક્રિમીલેયર ગણવામાં આવે છે. જયારે ડોમીસ્ટાઈલમાં વેતન અને ખેતીની આવકને પણ 8 લાખની મર્યાદામાંથી બહાર મુકાયા છે.

 

સરકારે આ ચુકાદો પાછળની તારીખ એટલે કે 2012થી લાગુ કરવાનો વિરોધ કરતા જણાવ્યું કે જો તેમ કરાશે તો અત્યાર સુધીની ભરતી આઈએએસ આઈપીએસ સહિતની કેડર સહિતની ભરતીમાં જે એલોકેશન થયું છે તેમાં પણ ફેરફાર કરવા પડશે.

 

જે વધારે વિવાદ સર્જશે. સુપ્રીમકોર્ટને દલીલ માન્ય રાખીને આ ચુકાદો ભવિષ્ય માટે જ લાગુ થશે તે નિશ્ચિત કર્યુ હતું. સરકારે એ પણ દલીલ કરી કે જાહેર ક્ષેત્રની બેન્કો અને જાહેર સાહસો તથા પ્રાઈવેટ સેકટરના પદોની સરખામણીમાં સરકારી રેન્કથી કરવા માટે નવી એક સમાનજાતિ તૈયાર કરવા બે વર્ષનો સમય માંગ્યો હતો પણ સુપ્રીમે તે ફગાવી હતી. ઓબીસી એ સરકારી નોકરીમાં અનામતનો એક વર્ગ છે. હવે ફકત આર્થિકની નહી સામાજીક મજબૂત વર્ગને પણ આ અનામતનો લાભ નહી મળે તેવા સંકેત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *