યુટ્યૂબર્સ પાસે અઢળક પૈસા ક્યાંથી આવે છે? શું ખરેખર વીડિયો બનાવીને દર મહિને 7.75 કરોડ કમાય છે? એક વીડિયો પાછળ કરોડોનું ગણિત!

Spread the love

આજકાલ તમે સોશિયલ મીડિયા જુઓ તો જાણીતા યુટ્યૂબર્સને જોઈને અંજાયા વિના રહી ના શકો. કેમ કે, કોઈ યુટ્યૂબર નવી લક્ઝરી કાર ખરીદતો જોવા મળે છે. જ્યારે કોઈ યુટ્યૂબર કરોડો રૂપિયાનો બંગલો બતાવી રહ્યો છે. કોઈ વિદેશમાં રજાઓ માણી રહ્યો છે, તો કોઈ પોતાના મોંઘા શોખ રજૂ કરે છે.

 

 

આ બધું જોઈને સામાન્ય માણસના મનમાં એક સવાલ તો ચોક્કસ થાય કે, આ લોકો આટલા બધા પૈસા કેવી રીતે કમાય છે ?

યુટ્યૂબર્સ પાસે અઢળક પૈસા ક્યાંથી આવે છે? શું ખરેખર વીડિયો બનાવીને દર મહિને 7.75 કરોડ કમાય છે? એક વીડિયો પાછળ કરોડોનું ગણિત!

 

આજકાલ તમે સોશિયલ મીડિયા જુઓ તો જાણીતા યુટ્યૂબર્સને જોઈને અંજાયા વિના રહી ના શકો. કેમ કે, કોઈ યુટ્યૂબર નવી લક્ઝરી કાર ખરીદતો જોવા મળે છે. જ્યારે કોઈ યુટ્યૂબર કરોડો રૂપિયાનો બંગલો બતાવી રહ્યો છે. કોઈ વિદેશમાં રજાઓ માણી રહ્યો છે, તો કોઈ પોતાના મોંઘા શોખ રજૂ કરે છે.

આ બધું જોઈને સામાન્ય માણસના મનમાં એક સવાલ તો ચોક્કસ થાય કે, આ લોકો આટલા બધા પૈસા કેવી રીતે કમાય છે

એક સમય હતો જ્યારે કરોડપતિ બનવા માટે મોટો ધંધો કરવો પડે. ફેક્ટરી સારી રીતે ચલાવવી પડે, જમીન હોવી જોઈએ, હજારો કર્મચારીઓ હોવા જોઈએ. પરંતુ આજે માત્ર એક કેમેરા અને ઇન્ટરનેટથી જ લોકો કરોડોની કમાણી કરી રહ્યા છે. એટલું જ નહીં, કેટલાક યુટ્યૂબર્સની સંપત્તિ, ગાડીઓ અને ઠાઠમાઠ જોઈને એવું લાગે કે જાણે તેમની પાસે પૈસાની કોઈ કમી જ નથી.

 

અત્યારે આવી જ એક પોસ્ટની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. આ પોસ્ટમાં એક તરફ અંબાણી પરિવારની અઢળક સંપત્તિ બતાવવામાં આવી છે, તો બીજી તરફ મલ્હાન પરિવારની કમાણીની વાત કરવામાં આવી છે. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મલ્હાન પરિવાર યુટ્યૂબ દ્વારા દર મહિને લગભગ 7.75 કરોડ રૂપિયા કમાય છે. અમે આ દાવાને સમર્થન આપતા નથી. કેમ કે, કોઈ યુટ્યૂબરની મહિનાની આવક વિશે ખાતરીપૂર્વક કહી શકાય નહીં. આ પોસ્ટનો સાર એ જ છે કે, કોઈ મોટી ફેક્ટરી નહીં, કોઈ વિશાળ કારખાનું નથી. માત્ર વીડિયો બનાવીને દર મહિને કરોડોની આવક મેળવાય છે.

 

સૌથી પહેલાં વાત કરીએ મલ્હાન પરિવારની. આ એક એવો પરિવાર છે, જેના દરેક સભ્યએ પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. નિશ્ચય મલ્હાન હોય, અભિષેક મલ્હાન હોય, પ્રેરણા મલ્હાન હોય કે તેમનાં માતા ડિમ્પલ મલ્હાન, દરેકની પોતાની વીડિયો ચેનલ છે અને દરેકની પોતાની અલગ દુનિયા છે. કોઈ પોતાના વીડિયોથી લોકોને હસાવે છે, કોઈ દુનિયાની સફરે નીકળીને પ્રવાસના અનુભવો રજૂ કરે છે, તો કોઈ ઘરની રોજિંદી ઘટનાઓને જ એટલી રસપ્રદ બનાવી દે છે કે લાખો લોકો તેને જોવાનું પસંદ કરે છે. ખાસ વાત એ છે કે આ પરિવારમાં દરેક સભ્યની પોતાની ઓળખ છે, પોતાનું ઓડિયન્સ છે અને કમાણીનો પોતાનો અલગ રસ્તો છે. એટલે એક જ છત નીચે જાણે અનેક સફળ વીડિયો ચેનલો ધમધમી રહી છે.

 

આવી જ સફળતાનું બીજું મોટું ઉદાહરણ છે સૌરવ જોશી. તેની ખાસિયત એ છે કે તે કોઈ જોરદાર વિષય પર વીડિયો બનાવતો નથી, પણ પોતાના રોજિંદા જીવનની વાતો જ લોકો સમક્ષ મૂકે છે. એમ છતાં તેમની વીડિયો ચેનલ સાથે 4 કરોડ 50 લાખથી વધુ લોકો જોડાયેલા છે. તે જાહેરાતો કરીને જ મહિને 80 લાખથી લઈને બે કરોડ રૂપિયા સુધીની રકમ કમાઈ લે છે. જુદા-જુદા સ્ત્રોતથી તેની મહિનાની કુલ કમાણી સાડાચાર કરોડ રૂપિયાની છે. તેની કુલ સંપત્તિ 50થી 75 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. તેના પિતા સુથારી કામ કરતા હતા.

 

યુટ્યૂબર્સને થતી કમાણીની વાત કરીએ તો એમાં સૌથી મોટો હિસ્સો જાહેરાતોનો છે. તમે જોતા હશો કે, યુટ્યૂબર પોતાના વીડિયોમાં કોઈ કંપનીની પ્રોડક્ટને પ્રમોટ કરે છે. એટલે કે, એના વિશે સારી સારી વાતો કહે છે. એ સારી સારી વાતો કહેવા માટે તેને સારા એવા રૂપિયા આપવામાં આવે છે. એ સિવાય તેમને યુટ્યૂબ તરફથી પણ રૂપિયા મળે છે. તેમના વીડિયો પર જાહેરાતો બતાવાય. આ જાહેરાતો લોકો જુએ અને એ કંપનીની વસ્તુઓ ખરીદે. એટલે કે, કંપનીઓને ફાયદો થાય. કંપનીઓ યુટ્યૂબને જાહેરાતો માટે રૂપિયા આપે એટલે યુટ્યૂબને ફાયદો થાય. યુટ્યૂબ એમાંથી અમુક રકમ યુટ્યૂબર્સને આપે એટલે તેમનો પણ ફાયદો થાય. હા, એ અલગ વાત છે કે, રીલ્સ કે વીડિયો જોનારી વ્યક્તિને કંઈ ના મળે.

 

હવે આ કમાણીનું ગણિત પણ તમે સમજો. લાંબા વીડિયો પર આવતી જાહેરાતોની આવકમાંથી સામાન્ય રીતે વીડિયો બનાવનારને 55 ટકા હિસ્સો મળે છે. ભારતમાં દર 1000 વ્યૂઅર્સ દીઠ 15થી 250 રૂપિયા સુધીની આવક થઈ શકે છે. જોકે, દરેક વીડિયોની કમાણી સરખી હોતી નથી. ઘણી બધી બાબતો પર કમાણીનો આધાર રહે છે, જેમ કે, વીડિયો કયા વિષય પર છે, એને જોનારા લોકો કયા દેશના છે અને જાહેરાત આપતી કંપનીઓ કેટલી કિંમત ચૂકવે છે. જોકે, જાણીતા યુટ્યૂબર્સની વાત કરીએ તો તેમને યુટ્યૂબ પર આવતી જાહેરાતોમાં મળતા હિસ્સાથી તો ઓછી કમાણી થાય છે, પરંતુ તેઓ કંપનીઓની સીધી જાહેરાત કરે છે એનાથી તેમને વધારે કમાણી થાય છે.

 

મોબાઇલ બનાવતી કંપની હોય કે કપડાં વેચતી કંપની હોય, દરેકને પોતાની વસ્તુનો પ્રચાર કરાવવો હોય છે. યુટ્યૂબર્સ સારી રીતે પ્રચાર કરી શકે છે. કેમ કે, તેમને લાખો-કરોડો લોકો જોતા હોય છે. એટલે આ કંપનીઓ યુટ્યૂબરનો સંપર્ક કરે છે. એના પછી યુટ્યૂબર પોતાના વીડિયોમાં એ કંપનીની વસ્તુ વિશે વાત કરે છે. એના બદલામાં કંપની તેને મોટી રકમ ચૂકવે છે. આ રીતે ખૂબ જ જાણીતા યુટ્યૂબર્સને એક જ વીડિયો માટે લાખોથી લઈને કરોડો રૂપિયા સુધી મળી શકે છે.

 

વાત આટલેથી પૂરી થતી નથી. કેટલાક યુટ્યૂબર્સ પોતાના નામથી કપડાં અને બીજી વસ્તુઓ પણ વેચે છે. કેટલીક કંપનીઓની વસ્તુઓનું માર્કેટિંગ કરે છે, જેના બદલામાં તેમને કમિશન મળે છે. ઓડિયન્સ પાસેથી સબ્સસ્ક્રિપ્શન ફી પણ લેવામાં આવે છે. એટલું જ નહીં લાઇવ ટેલિકાસ્ટ વખતે પણ વ્યૂઅર્સ તેમને ભેટો આપતા હોય છે. કેટલાક યુટ્યૂબર્સ તો પોતાની લોકપ્રિયતાનો ઉપયોગ કરીને અલગ વ્યવસાય પણ શરૂ કરે છે. એટલે અહીં માત્ર વીડિયો બનાવવાની વાત નથી. ખરી તાકાત તો એ કરોડો દર્શકો છે, જેઓ તમને ઓળખે છે. તેમની વાત પર ભરોસો કરે છે. અને આ યુટ્યૂબર્સ કોઈ વસ્તુનો પ્રચાર કરે તો એને ખરીદવા પણ તૈયાર થાય છે. એના લીધે જ યુટ્યૂબર્સને તગડી કમાણી થાય છે. તેમણે મોટી ફેક્ટરી ઊભી કરવાની જરૂર નથી. હજારો કર્મચારીઓ રાખવાની જરૂર નથી. મશીનો, ગોદામો કે ઉત્પાદન એકમો પાછળ મોટી મૂડી રોકવાની જરૂર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *