પાર્કિંગ જેવી નાની બાબતે આટલી મોટી દુશ્મની! 16 ગોળીઓ મારી પાડોશીએ ટેક મહિન્દ્રાના એશિયન હેડની કરી હત્યા

Spread the love

ફરીદાબાદનાં સેક્ટર 21Cમાં ધનતેરસની રાતે એક નજીવા પાર્કિંગ વિવાદનું ભયાનક પરિણામ આવ્યું. ગાડી પાર્ક કરવા મામલે થયેલા ઝઘડામાં એક વ્યક્તિની ગોળી મારી હત્યા કરવામાં આવી. આરોપ છે કે, પાડોશમાં રહેતા એક વ્યક્તિએ પોતાની લાઈસેન્સવાળી પિસ્તોલ વડે એક પછી એક 15-16 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જેમાંથી 8-9 ગોળી પરમજીત ધનકડને વાગી હતી. જેના કારણે તેણે ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો.આ ઘટના બાદ આરોપી પોતાના પરિવાર સાથે ફરાર થયો હતો.

 

2 દિવસ અગાઉ સિંગાપુરથી ભારત પરત આવ્યા

મૃતક પરમજીત ધનકડ મૂળ હિસારનાં રહેવાસી હતા. તેઓ એક મોટી મલ્ટી નેશનલ કંપનીમાં કામ કરી રહ્યાં હતા અને કામને કારણે સિંગાપુરમાં રહેતા હતા. તેઓ ભાણ્યાના લગ્નના કારણે 2 દિવસ અગાઉ સિંગાપુરથી ભારત પરત આવ્યા હતા. 24 નવેમ્બરે તેમના ભાણ્યાનાં લગ્ન થવાના હતા. હાલ લગ્નની ખુશી વચ્ચે માતમનો માહોલ છવાયો છે.

 

5 દિવસ અગાઉ પાલતું શ્વાન મામલે બોલાચાલી થઈ હતી..

પરમજીત સેક્ટર 21Cનાં ઘર નંબર 641નાં પ્રથમ માળે રહેતા હતા. તેમની સાથે પત્ની અને દીકરી રહેતી હતી. ધનતેરસે તેઓ રાતે 8 વાગે જીમથી પરત ફર્યા હતા. આ સમયે પાર્કિંગમાં કાર પાર્ક કરતા સમયે તેમનો ત્રીજા માળે રહેતા પડોશી મોહન ઉર્ફ મોનૂ શર્મા સાથે વિવાદ થયો હતો. વાત એટલી હદે વધી કે- આરોપીએ પોતાની લાઈસન્સવાળી પિસ્તોલ કાઢી અને પરમજીત પર સતત ગોળીબાર કર્યો હતો. 5 દિવસ અગાઉ પરમજીતનાં પરિવાર સાથે પાલતું શ્વાન મામલે અપશબ્દોની આપ-લે થઈ હતી. જોકે, આ વખતે પાર્કિંગ વિવાદ જીવલેણ સાબિત થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *