વિધાનસભાની ચૂંટણી પહેલા PM મોદીનો બીજો ગુજરાત પ્રવાસ, લાભ પંચમે અંબાજીમાં માતાજીના દર્શન કરશે

Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13 અને 14 નવેમ્બર દરમિયાન ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.છેલ્લા પંદર દિવસમાં વડાપ્રધાનની આ બીજી મુલાકાત છે.જેને પગલે સમગ્ર વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.આ પ્રવાસ દરમિયાન તેઓ લાભ પાંચમે અંબાજી દર્શન અને પૂજા કરી આશીર્વાદ મેળવશે.વડાપ્રધાન મોદી અગાઉ 30 અને 31 ઑક્ટોબરે બનાસકાંઠા તેમજ એકતાનગરના પ્રવાસે આવ્યા હતા.હવે માત્ર 15 દિવસના ટૂંકા ગાળામાં તેમનું આ બીજું આગમન થઈ રહ્યું છે.લાભ પાંચમના પર્વે તેઓ અંબાજી મંદિરે પહોંચી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી વિશેષ આશીર્વાદ લેશે.આ મહત્ત્વપૂર્ણ પ્રવાસને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતોમાં વધારો થયો છે જેને ભાજપની સક્રિય રાજકીય કવાયત તરીકે જોવામાં આવે છે.તેમાંય બનાસકાંઠા અને આદિવાસી વિસ્તારો પર ભાજપનું વિશેષ ધ્યાન રહ્યું છે.આગામી 2027ની ચૂંટણી પહેલાં આદિવાસી વિસ્તારોમાં ભાજપ વધુ સક્રિય બન્યું છે.પક્ષ દ્વારા જનસંપર્ક થકી આદિવાસી સમાજ સુધી પહોંચવાનું વિશેષ મિશન હાથ ધરાયું છે.આ સમગ્ર કવાયતમાં રાજ્યની તમામ 27 આદિવાસી અનામત બેઠકો પર ભાજપની નજર રહેલી છે.અગાઉ વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપે આ 27 બેઠકોમાંથી માત્ર 8 બેઠકો જીતી હતી.

 

વડાપ્રધાનની વધતી ગુજરાત મુલાકાતો ચર્ચાનો વિષય

 

જ્યારે વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપે શાનદાર દેખાવ કરીને 23 બેઠકો પર વિજય મેળવ્યો હતો.ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નર્મદા સહિતના આદિવાસી જિલ્લાઓમાં ભાજપ ખરાબ સ્થિતિમાં રહ્યું હતું.પરિણામે જિલ્લા સ્તરે સંગઠનની પકડ નબળી પડતી હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે. સ્થાનિક સંગઠન મજબૂત બનાવવું એ ભાજપ માટે મોટો પડકાર બની ગયો છે. જમીનના અધિકાર અને વન અધિકારના મુદ્દે આદિવાસીઓમાં સરકાર સામે નારાજગી પ્રવર્તી રહી છે.આ સ્થિતિ વચ્ચે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ આદિવાસી વિસ્તારોમાં ખાસ્સી સક્રિય જોવા મળી રહી છે.વિપક્ષી દળોની ગતિવિધિઓ વચ્ચે વડાપ્રધાનની વધતી ગુજરાત મુલાકાતો પાછળ રાજકીય પકડ મજબૂત કરવાના સંકેતો મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *