અમેરિકન અધિકારીઓને ડર્ટી બોમ્બથી પતાવી દેવાનો ઈરાનનો ખતરનાક પ્લાન

Spread the love

ઈરાને અમેરિકા સામે બદલો લેવાની તૈયારી કરી લીધી છે, પરંતુ આ વખતે તે સીધું યુદ્ધ શરૂ કરે તેવી શક્યતા ઓછી છે. એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે ઈરાન ટોચના અમેરિકન અધિકારીઓની હત્યા કરવા માટે રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરી ગઈકાલે વ્હાઇટ હાઉસની બહાર પત્રકારો સાથે વાત કરતા, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને ઇરાની ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવવાનો ડર છે, ત્યારે તેમણે કહ્યું કે તેઓ પોતાના કરતાં પ્રશ્ન પૂછતા પત્રકાર વિશે વધુ ચિંતિત છે.ટ્રમ્પે કટાક્ષમાં ટિપ્પણી કરી કે જો ઇરાન તેમને નિશાન બનાવવામાં સફળ થશે, તો તમે પત્રકારો પણ બચી શકશો નહીં.શકે છે. આ હથિયારને ‘ડર્ટી બોમ્બ’ કહેવામાં આવ્યું છે. જોકે, તેહરાને આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે.

 

અહેવાલ મુજબ, યુએસ ગુપ્તચર માહિતી સૂચવે છે કે ઈરાન વોશિંગ્ટન ડીસીમાં ટ્રમ્પ વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓને ડર્ટી બોમ્બ અથવા રાસાયણિક હથિયારથી નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યું છે. અમેરિકાને આ બાબતે ગુપ્ત માહિતી મળી છે.

ઈરાનની હાલની યોજના તાત્કાલિક હુમલો કરવાની નથી, પરંતુ વિકલ્પો તૈયાર કરવાનો છે. જોકે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમેરિકા દ્વારા પ્રાપ્ત માહિતી ખૂબ જ સચોટ છે, જેમાં ચોક્કસ સ્થાનો અને લક્ષ્‍યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના કારણે અમેરિકાએ આકસ્મિક યોજનાઓ પર ઝડપથી કામ શરૂ કર્યું છે.

 

વ્હાઇટ હાઉસના પ્રવક્તા લોરેન બિસ કહે છે કે અમેરિકા તમામ સંભવિત ખતરાઓ પર નજર રાખી રહ્યું છે, પરંતુ હાલમાં દેશ માટે કોઈ નક્કર ખતરો નથી. સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના મિશને રાસાયણિક હથિયારોના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે, તેમને ખોટા અને બનાવટી ગણાવ્યા છે. ઈરાને ‘ડર્ટી બોમ્બ’ સંબંધિત ગુપ્ત માહિતીનો સ્પષ્ટ જવાબ પણ આપ્યો નથી.

 

અહેવાલ મુજબ, અધિકારીઓએ છેલ્લા અઠવાડિયામાં આ ખતરાને પહોંચી વળવાના માર્ગો પર ચચર્િ કરવા માટે ઘણી બેઠકો યોજી છે અને આ યોજનાને સમજદારીભરી ગણાવી છે. ઈરાન તરફથી ધમકીઓને કારણે ગયા અઠવાડિયે સિક્રેટ સર્વિસ દ્વારા ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટને લશ્કરી આવાસમાં ખસેડ્યા પછી આ વિકાસ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *