QUAD ફોટો સેશનમાં PM મોદીએ જીત્યું સૌનું દિલ, જમીન પર પડેલો તિરંગો ઉઠાવી મૂક્યો ખિસ્સામાં

Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાષ્ટ્રધ્વજ તિરંગા પ્રત્યેનો આદર ફરી એકવાર જોવા મળ્યો છે. ફિલિપાઈન્સની રાજધાની મનીલામાં યોજાયેલી QUAD બેઠક દરમિયાન ફોટો સેશન માટે ઊભા રહેવાની જગ્યા દર્શાવવા માટે જમીન પર મૂકવામાં આવેલા ભારતીય તિરંગાને PM મોદીએ ઉઠાવીને પોતાના ખિસ્સામાં રાખ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.લોકો તિરંગા પ્રત્યે PM મોદીએ દર્શાવેલા સન્માનની પ્રશંસા કરી રહ્યા છે.

 

PM મોદીએ તિરંગા પ્રત્યે સન્માન દર્શાવ્યું

 

વીડિયોમાં જોવા મળે છે કે PM મોદી કાર્પેટ પર પડેલા નાના તિરંગાના કાર્ડને નીચે નમીને ઉઠાવે છે અને પોતાના ખિસ્સામાં મૂકી દે છે. દરેક ભારતીયનું દિલ જીતી લેતી આ ઘટના ત્યારે બની હતી, જ્યારે QUAD સમિટ દરમિયાન PM મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ અને જાપાનના વડાપ્રધાન સાને તાકાઈચી સાથે ફોટો સેશન માટે પોતાની જગ્યા લઈ રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *