Dakor : લીલા શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો, બજારમાં મબલખ આવક

Spread the love

ઠાસરા તાલુકા અને ડાકોરના બજારોમાં શાકભાજી ખરીદવા આવતા ગ્રાહકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સસ્તા ભાવે શાકભાજી મળતાં લોકો પોતાનીજરૂરિયાત મુજબ ખરીદી કરી રહ્યા છે. ખાસકરીને રોજિંદીવપરાશમાં આવતા બટાકા, ડુંગળી, ટામેટાં, રીંગણ, ભીંડા, દૂધી, કોબીજ, ફ્લાવર, મરચાં સહિતની વિવિધ શાકભાજીની ખરીદીમાં ગ્રાહકોને રાહત અનુભવાઈ રહી છે. ગૃહિણીઓના જણાવ્યા અનુસાર, શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં હવે ઓછા ખર્ચે પરિવાર માટે વિવિધ પ્રકારનાં શાક બનાવી શકાય છે.અગાઉ મોંઘા ભાવને કારણે શાકભાજીની ખરીદી કરતી વખતે બજેટનું ખાસ ધ્યાન રાખવું પડતું હતું, પરંતુ ભાવ ઘટતાં ઘરનું માસિક બજેટ જાળવવામાં સરળતા રહેશે. વેપારીઓના જણાવ્યા અનુસાર બજારમાં શાકભાજીની આવક અને પુરવઠામાં થતા ફેરફારોની સીધી અસર ભાવ પર પડતી હોય છે. શાકભાજીની આવક વધતાં ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે શાકભાજીના ભાવમાં દરરોજ ફેરફાર થતો હોવાથી ગ્રાહકોએ બજાર પ્રમાણે ભાવની જાણકારી મેળવી ખરીદી કરવી પડે છે. ઠાસરા તાલુકા સહિત ડાકોરના બજારોમાં શાકભાજી સસ્તાં થતાં ગૃહિણીઓના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. હવે આગામી દિવસોમાં પણ શાકભાજીના ભાવમાં ઘટાડો યથાવત્ રહે અને સામાન્ય પરિવારોને મોંઘવારીમાંથી વધુ રાહત મળે તેવી આશા નાગરિકો રાખી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *