પાટીદાર પાવરનો નવો અધ્યાય! લેઉવા, કડવા અને આંજણા પટેલ સમાજની રાજકીય તાકાતનું વિશ્લેષણ જુઓ

Spread the love

ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ હંમેશા ચર્ચાનો વિષય રહ્યું છે. હાલમાં લેઉવા, કડવા અને આંજણા પટેલ સમાજને એક મંચ પર લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, જેની ગુજરાતના રાજકીય સમીકરણો પર મોટી અસર પડી શકે છે.

 

ઉત્તર ગુજરાતમાં આંજણા પટેલ સમાજની નોંધપાત્ર હાજરી છે. બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જેવા જિલ્લાઓમાં તેમનો સામાજિક પ્રભાવ જોવા મળે છે.ખેતી, પશુપાલન અને સહકારી ક્ષેત્રે સમાજ મજબૂત પકડ ધરાવે છે, જેમાં બનાસ ડેરી અને દૂધસાગર ડેરી જેવી સંસ્થાઓ સાથે તેમનું ઐતિહાસિક જોડાણ છે. ઉત્તર ગુજરાતની 30થી વધુ વિધાનસભા બેઠકો પર આંજણા સમાજની નોંધપાત્ર હાજરી રાજકીય પક્ષો માટે મહત્વની છે. અર્બુદા સેના જેવા સંગઠનો સમાજને સંગઠિત કરવા સક્રિય છે.

 

આ ઉપરાંત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, અમદાવાદ અને સુરત સહિતના વિસ્તારોમાં લેઉવા અને કડવા પાટીદારોની રાજકીય ભૂમિકા પણ અત્યંત મહત્વપૂર્ણ છે. ગુજરાત વિધાનસભામાં મોટી સંખ્યામાં પાટીદાર ધારાસભ્યોનું પ્રતિનિધિત્વ છે. વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પાટીદાર સમાજમાંથી આવે છે. પાટીદાર સમાજનું ખેતી, ઉદ્યોગ, વેપાર, સહકારી અને શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. જો આ સામાજિક એકતા રાજકીય એકતામાં પરિણમે તો ગુજરાતનું રાજકીય સમીકરણ બદલાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *