રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે એકસાથે બે મહત્વપૂર્ણ બદલીના આદેશો જાહેર કર્યા છે.
મામલતદાર વર્ગ-2 સંવર્ગના 86 અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જ્યારે ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ-1ના 8 અધિકારીઓની પણ બદલી અને નવી જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત 3 નાયબ મામલતદારોને બઢતી આપીને મામલતદાર તરીકે નિમણૂક અપાઈ છે.
મહેસૂલ વિભાગ દ્વારા 25 નવેમ્બર, 2026ના રોજ જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા મામલતદારોની વહીવટી કારણોસર બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, મહેસાણા, પાટણ, કચ્છ, બનાસકાંઠા, અમરેલી, જૂનાગઢ સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.




