રોકડા રુપિયા તૈયાર રાખજો, 2027માં આવશે કોરોનાથી પણ મોટી આફત, જાણો કોણે આપી આ ડરામણી ચેતવણી

Spread the love

લગ્ન અને તહેવારોની સિઝનમાં જ્યારે ચારે તરફ જશ્નનો માહોલ છે, ઠીક આ દરમ્યાન એક એવી ચેતવણી સામે આવી છે, જેણે આખી દુનિયાને ચોંકાવી દીધી છે. એડવાંસ AI સિસ્ટમના ખતરાની તપાસ કરનારી સંસ્થા METRના ટેક્નિકલ સ્ટાફ મેમ્બર નિકોલા જુરકોવિકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જે ખુલ્લો પત્ર લખ્યો છે, તેમણે કહ્યું છે કે તેઓ વર્ષોથી AIના ખતરાને લઈ ચુપ રહ્યા, પણ હવે બોલાવું ખૂબ જ જરુરી છે.તેમણે દુનિયાને ચેતવી છે કે રોકડા તૈયાર રાખજો, કેમ કે 2027માં કોઈ એવી મોટી આફત આવી રહી છે, જે કોવિડથી પણ વધારે ભારે પડશે. એટલું જ નહીં 2030 સુધી પૈસા અને પાવર બંને ગણિત બેકાર સાબિત થઈ શકે છે.

 

કેમ 2027માં કોરોનાથી પણ મોટી ઉથલ-પાથલ આવી શકે છે?

 

નિકોલા ઝુરકોવિકના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી AIના કારણથી સૌથી વધારે નુકસાન પૈસા અને કંપનીઓના ડેટાને થતું દેખાઈ રહ્યું છે, જેમ કે આ વર્ષે કેટલીય મોટી કંપનીઓની હેકિંગની ઘટનાઓ સામે આવી. તેમનો ડર એ છે કે 2027 સુધી આ મામલો ખાલી આર્થિક નુકસાન સુધી નહીં રહે, પણ મોટા પાયે તબાહી અને કેટલાય લોકોના મોતનું કારણ પણ બની શકે છે. તેમણે લખ્યું કે, આ પહેલી તહેવારી સિઝન છે, જ્યારે તેમને વિશ્વાસ નથી કે તેઓ આગામી તહેવાર જોવા માટે જીવતા રહેશે કે નહીં. જ્યારે કોઈ શખ્સ જે ખુદ એડવાંસ AIના સેફ્ટી ટેસ્ટિંગ સાથે જોડાયેલ હોય, તે આવી વાત કહે છે તો સામાન્ય લોકો માટે પણ આ વિચારવું સ્વાભાવિક થઈ જાય છે કે આખરે પડદા પાછળ શું ચાલી રહ્યું છે.

 

રોકડા તૈયાર રાખવાનું કહેવા પાછળું શું છે કારણ

 

ઝુરકોવિકની સૌથી ચોંકાવનારી સલાહ એ છે કે લોકો પોતાની પાસે રોકડા રુપિયા એટલે કે ફિઝિકલ કેશ રાખે અને ઘરમાં કમસે કમ બે અઠવાડીયાનું ખાવા-પીવાનું જમા કરી લે. તેની પાછળનું કારણ એ છે કે જો કોઈ AI સિસ્ટમ બેકાબૂ થઈ મહત્ત્વના ઢાંચા, જેમ કે બેન્કિંગ સિસ્ટમ અથવા પાવર ગ્રિડમાં ધાડ પાડશે અને ટેકનિકલ ગરબડ આવશે તો ઓનલાઈન બેન્કિંગ અને ડિજિટલ લેવડદેવડ ઠપ થઈ શકે છે.

 

આવા સમયે કાર્ડ અથવા એપ કામ નહીં કરે, ત્યારે હાથમાં રહેલા રોકડા રુપિયા અને ઘરમાં રહેલું રાશન તમારી રોજિંદી જરુરિયાતોને સંભાળવામાં મદદ કરી શકશે. તેમના જણાવ્યા અનુસાર, 2027માં આવનારી સંભવિત સંકટની લહેર કોવિડ જેવી મહામારીથી પણ વધારે લોકોની જિંદગી હલાવી શકે છે.

 

2030 સુધી પૈસા અને પાવર કેમ થઈ શકે છે બેકાર

 

આ ઓપેન વોર્નિંગ લેટરમાં એવું પણ સમજાવ્યું છે કે કેવી રીતે AI બેકાબૂ થઈ શકે છે કે 2030 સુધી પૈસા અને પાવરનું બેલેન્સ પણ બગડી જશે. તેની પાછળ ઝુરકોવિડના બે મોટા તર્ક છે.

 

પહેલું એ કે જો AI જો કડક નિયમો વિના ખુદને વધારે સારુ બનાવવા લાગશે અને માણસોની સમજથી આગળ નીકળી જશે તો તે એવા કામ અથવા ઉદ્દેશ્ય પાર પાડી શકશે જે આપણા કાબૂમાં નહીં હોય. તેમણે કહ્યું કે, જો તેના પર કોઈ મોટી રોક-ટોક ન થઈ તો 2030ના અંત સુધીમાં માણસાઈ ખતમ થવા અથવા લાચાર થવાનો ખતરો રહેશે.

 

બીજું, જો માણસાઈ બચી પણ જાય તો પણ 10 વર્ષની અંદર આજની મોટા ભાગની નોકરીઓ ખતમ થઈ શકે છે અને અર્થવ્યવસ્થાની જૂની તસવીર પણ બદલાઈ શકે છે. જ્યારે કામ ધંધા, વ્યવસ્થા અને તાકાતનો ઢાંચો ડગમગી જાય, તો આજના પૈસા અને પરંપરાગત પાવર બંનેનો મતલબ બિલ્કુલ બદલાઈ શકે છે.

 

આ 3 કારણથી હાથમાંથી નીકળી શકે છે સ્થિતિ

 

પોતાના પત્રમાં ઝુરકોવિડે 3 એવા ખતરા ગણાવ્યા છે, જેનાથી સ્થિતિ ઝડપથી ખરાબ થઈ શકે છે.

ક્રિટિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો: કોઈ AI સિસ્ટમ બેકાબૂ થઈ વીજળી, પાણી, સંચાર અથવા બેન્કિંગ જેવી જરુરી વ્યવસ્થાઓમાં ઘુસણખોરી કરી શકે છે.

બાયોલોજિકલ હથિયારનો ખતરો: ખોટા લોકો AIની મદદથી ખતરનાક જૈવિક હથિયાર બનાવવાની દિશામાં આગળ વધી શકે છે.

મશીનોની જરુરિયાથી વધારે તાકાત: મોટા અને પ્રભાવશાળી નિર્ણય લેનારા લોકો અજાણતા અથવા ઉતાવળમાં મશીનોને હદથી વધારે અધિકાર સોંપી શકે છે.

 

2027ના અંત સુધીમાં આંકડા પર શું છે ઝુરકોવિડનો દૃષ્ટિકોણ

 

ઝુરકોવિડે પોતાના કેલક્યુલેશનના હિસાબથી એવું પણ કહ્યું છે કે 5થી 20 ટકા સુધી એવું થઈ શકે છે કે 2027ના અંત સુધી લોકો રજા માણવા માટે બચે જ નહીં. સાથે જે તેમણે એવું પણ સ્પષ્ટ કરી દીધું કે આ કોઈ પાક્કા અથવા વૈજ્ઞાનક આંકડા નથી, બસ તેમનો પોતાનો અંદાજ અને ડર છે. તેમણે એવું પણ માન્યું કે તે પોતાના કેટલાય સાથીઓની તુલનાએ ક્યાંય વધારે ખતરો જોઈ રહ્યા છે. સાથે જ તેમણે એ વાતથી પણ ઈન્કાર નથી કર્યો કે આગામી એકથી પાંચ વર્ષમાં અભ્યાસ, કરિયર અને પરિવાર વસાવવા જેવા સામાન્ય લોકોના પ્લાનિંગ બગડી શકે છે. ત્યાં સુધી કે જેમના નાના નાના બાળકો છે, તેમના એ દસ્તોને પણ બાળકોના ભવિષ્ય અને સુરક્ષાની ચિંતા સતાવી રહી છે.

 

માત્ર એક વ્યક્તિએ જ નહીં, ટેકનોલોજીની મોટી હસ્તીઓએ પણ આપી ચેતવણી

 

આ મુદ્દો એટલા માટે પણ વધુ ચર્ચામાં છે, કારણ કે ચિંતા વ્યક્ત કરનારાઓમાં માત્ર નિકોલા જુરકોવિક જ સામેલ નથી. થેંક્સગિવિંગના થોડા દિવસ પહેલાં AIના જાણીતા વૈજ્ઞાનિક યોશુઆ બેન્ગિયોએ CBS ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે માનવજાત ઝડપથી મોટા જોખમો તરફ આગળ વધી રહી છે.

 

બીજી તરફ, જેફ્રી હિન્ટન પણ અગાઉ ચેતવણી આપી ચૂક્યા છે કે AIને નિયંત્રણમાં રાખવાની રીતો સમજ્યા વિના સુપર ઇન્ટેલિજન્સ વિકસાવવી જોખમી સાબિત થઈ શકે છે. OpenAIના જેકબ પાચોકીએ પણ AIની ઝડપ થોડી ધીમી રાખવાની અને તેની સુરક્ષાની તપાસ વધુ ઊંચા સ્તરે કરવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. તેમને CEO સેમ ઓલ્ટમેન જેવા લોકોનું પણ સમર્થન મળ્યું છે.

 

વળી, એન્થ્રોપિકના CEO ડારિયો અમોડેઈએ ચેતવણી આપી છે કે આગામી એકથી પાંચ વર્ષમાં ઓફિસમાં થતી પ્રારંભિક સ્તરની અડધી નોકરીઓ પર AIની અસર પડી શકે છે.

 

આ વિનાશથી બચવાનો છેલ્લો રસ્તો છે ‘EU AI Act’

 

જુરકોવિકનું માનવું છે કે પરિસ્થિતિને સંભાળવાની તક હજુ પણ છે, પરંતુ તેના માટે દુનિયાભરમાં AIને લઈને કડક નિયમો બનાવવાની જરૂર છે. તેમણે યુરોપના ‘EU AI Act’નો ઉલ્લેખ કરતાં કહ્યું કે જો કડક નિયમો બનાવવામાં આવે, તો મોટી અમેરિકન કંપનીઓએ પણ તેનું પાલન કરવું પડે છે.

 

આ સાથે તેમણે સામાન્ય લોકોને આ મુદ્દે ખુલ્લેઆમ ચર્ચા કરવાની, નેતાઓને વૈશ્વિક નિયમો બનાવવાની માંગ કરવાની અને નિષ્ણાતોને AIની સુરક્ષા પર કામ કરવાની અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *