દેશમાં કોરોના ની મહામારી બાદ અનેક બીજા રોગો એ ભરડો લીધો છે ,ત્યારે ખાવાના અને સ્વાદ રસિયાઓ કોરોનાની મહામારીમાં તો કેટલાય ઉકલી ગયા અને જે રહ્યા સહ્યા છે તે સુધરવાનું નામ નથી લેતા ,ત્યારે અત્યારે ખાંસી, શરદી ,કફ,ચિકનગુનિયાથી લઇને ડેન્ગ્યુ જેવા રોગોએ ભરડો લીધો છે ,આ રોગોના કારણે દવાખાના અને હોસ્પિટલો પણ હાઉસફૂલ થઈ ગઈ છે, ત્યારે આજથી પાંચ મહિના પહેલા જે કોરોનાની મહામારી માં જે ટેસ્ટિંગ કરાવવાની લાઈનો લાગી હતી ,એ હવે ફાફડા-જલેબી ખાવા ની લાઈનો લાગી છે,ત્યારે દશેરાના દિવસે એકદમ કોવોલીટી વગરનું અને ઠેકાણા વગરના ફાફડા, જલેબી, આરોગ્યપ્રદ માટે યોગ્ય નથી, અને ૨ દિવસથી ચુલા ચાલી રહ્યા છે, ત્યારે આ ચુલાની સ્થિતિ જોઈએ તો પબ્લિક સમજતી નથી, ત્યારે નિમ્નકક્ષાની ચીજવસ્તુઓ વેચીને રાતોરાત ભાડા બનવા નીકળેલા વેપારીઓ ને દરેક જગ્યાએ હવે ફાફડા,જલેબી ના માંડવા નંખાતા હવે જેને ચાલે તેને ચાલે બાકી રોવાનો વારો આવે તેવું દેખાઈ રહ્યું છે.