રૂપાલની પલ્લી કે જ્યાં ઘીની નદીઓ વહે છે, આશ્ચર્યજનક રીતે આ ઘીનો ડાઘ કપડા પર પડતો નથી

Spread the love

પાંડવ કાળથી શરૂ થયેલી વરદાયની માતાની પરંપરા આજે પણ રૂપાલ ગામમાં જીવંત છે. પ્રતિવર્ષ નવમા નોરતે માતાની પલ્લી ભરાય છે. વરદાયીની માતાની પલ્લી સાથે ત્રણ જેટલી દંતકથાઓ જાેડાયેલી છે. વરદાયીની માતા દેવસ્થાન સંસ્થાના કહેવા પ્રમાણે ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામચંદ્ર, પિતાની આજ્ઞા પાળવા વનમાં ગયા. ત્યારે તેમણે ભરત મિલાપ બાદ શ્રી શ્રૃંગી ઋષિના આદેશથી લક્ષ્મણ તથા સીતામાતા સહિત શ્રી વરદાયીની માતાજીના દર્શન કરી પુજા અર્ચના કરી પ્રાર્થના કરતાં શ્રી વરદાયીની માતાજીયે પ્રસન્ન થઈ ભગવાન શ્રી રામચંદ્રને આશીર્વાદ આપી શક્તિ નામનુ એક અમોધ દિવ્ય અસ્ત્ર આપ્યુ. લંકાના યુદ્ધમાં ભગવાન શ્રી રામચંદ્ર આજ બાણથી અજેય રાવણનો વધ કર્યો.
પાંડવ કાળની વાત કરવામા આવેતો જંગલની વચ્ચે ઘેરાયેલા રૂપાલ પંથકમાં ખીજડાના આ વૃક્ષની નીચે માતાજીની દેરી હતી. ગુપ્તવાસ પૂરો કરીને પાંડવો વિરાટનગર એટલે કે હાલના ધોળકામાંથી પરત ફરી શસ્ત્રો લેવા રૂપાલ આવ્યા ત્યારે શસ્ત્રોની પૂજા કરીને તેમણે પાંચ દિવાની જ્યોતવાળી પલ્લી બનાવી માતાજી પાસે મૂકી હતી.
આ પછી હસ્તિનાપુરના યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ કૃષ્ણ સાથે પાંડવો ફરી અહીં આવ્યા હતા. જે બાદ સોનાની પલ્લી બનાવીને યાત્રા યોજી હતી. આ સમયથી એટલે કે પાંચ હજાર વર્ષથી રૂપાલમાં વરદાયિની માતાની પલ્લીનો મેળો પ્રતિ વર્ષ નવરાત્રી પર્વના નવમાં નોરતે યોજાય છે.
ગુજરાતના સુવર્ણ કાળ કહેવાતા સોલંકી યુગની દંત કથા પણ પલ્લી સાથે જાેડાયેલી છે. કળીયુગમાં પાટણના રાજા સિદ્ધરાજ જયસીંહની માળવાના રાજા યશોવાર્માએ અવગણના કરતા તેની સાથે વેર બાંધતા, એમણે તેઓ યશોવાર્માનો વધ ન કરે ત્યાર સુધી અન્ન ન લેવાની અવિચારી પ્રતિજ્ઞાલઈ અન્નનો ત્યાગ કર્યો અને સેના લઈ માળવા ઉપર ચઢાઈ કરવા પ્રયાસ કર્યો. રાજા ભૂખના કારણે ખૂબ પીડાવા લાગ્યો, તે અરસામાં તેમનો પડાવ રૂપાલમાં માતાજીના મંદિર પાસે હતો. રાજા અવિચારી પ્રતિજ્ઞથી ચિતિત અવસ્થામાં નીંદરાધીન થયા ત્યારે માતાજીએ સ્વપ્ન દર્શન આપી કહ્યુ, સવારે ઉઠી ગયાના છાણાનો કિલ્લો બનાવી, તેમાં અડદના લોટનું શત્રુનું પુતળુ બનાવી તેનો વધ કરી અન્ન ગ્રહણ કરજે. આ રીતે તારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે ત્યારબાદ તું મળવા પર ચઢાઈ કરજે. માના આશીર્વાદથી યુદ્ધમાં યાશોવર્માનો વધ કર્યો.
ત્યારબાદ સિદ્ધરાજજયસીંહે રૂપાલ આવી માતાજીની પુજા નવેસરથી મંદિર બનાવી, માતાજીની મુર્તિ બનાવીતેની પ્રતિષ્ઠા કરી. સિદ્ધરાજજયસીંહેને માતાજીએ દર્શન આપ્યા હોય તેઓ વડેચી તરીકે પણ ઓળખાયા. અત્રે નોંધનીય છે કે, આ પલ્લીમાં હજારો કિલો ઘી માતાજીને અર્પણ કરવામાં આવે છે. આ ઘી એટલા મોટા પ્રમાણમાં હોય છે કે, ગામમાં ઘીની નદીઓ વહેતી થાય છે. જાે કે માતાજીને અર્પીત થયેલ ઘી રોડ પર વહેતું હોવા છતા તેમાં લોકો ચાલેથે પરંતુ આ ઘીનો ડાઘ કપડા પર પડતો નથી. સામાન્ય રીતે ઘીના ડાઘ કપડા પર પડી જાય છે. જાે કે આ ઘીના ડાઘ ક્યારે પણ કપડા પર પડતા નથી. ઘણા લોકો કહે છે કે, આ માતાનો જ પ્રતાપ છે કે, આ ઘી તમારા કપડાને સ્પર્શતુ નથી એટલે કે કોઇ વ્યક્તિના કપડા પર પણ ઘી અડે અને તે ઘરે જાય તેવું નથી બનતું. આ ઘી પર માત્ર અને માત્ર સ્થાનિક લોકો અને કેટલાક ચોક્કસ સમાજનો જ અધિકાર હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com