દેશમાં રાજપૂત સમાજે દેશ માટે ઘણું બધું બલીદાન અને રાજા, રજવાડાની જમીનો પણ આપી દીધી છે. જે ભારત દેશ આઝાદીબાદ જે રાજપૂત સમાજના વંશજાે એ જે મહેલો, જગ્યા, જમીનો આપી તે ખરેખર પૂંજવાલાયક છે. ઘણું ગુમાવ્યા છતાં દીલ દરીયા જેવું જે લઇ જેવું તે લઇ જાવ, સમુદ્રમાંથી લોટા ભરીને લઇ જાય શં ફરક પડે, ત્યારે રાજા, રજવાડાએ જે જાગીર આપી દીધી તે આ વંશજાેની દેન છે. ત્યારે દરેક વર્ષે અને વર્ષોવર્ષ રાજપૂત સમાજના મોભીઓ શાસ્ત્ર અનુસાર શસ્ત્ર, અને અશ્વપૂજન કરતાં હોય છે ત્યારે શ્રી સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સમર્પણ પરીવાર આયોજીત રાજપૂત સમાજ દ્વારા આજરોજ દશેરાના દિવસે પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજપૂત સમાજના ડો. શંકરસિંહજી રાણા, અગ્રણી ઉદ્યોગપતિ અંબુસિંહજી ગોલ, યુવરાજસિંહજી વાઘેલા, ટ્રસ્ટી રૂપસિંહ, મેનેજીંગ ટ્રસ્ટી કિરણસિંહ, ટ્રસ્ટી પિનાકકુમાર ઉપસ્તિથ રહ્યા હતાં. આ પ્રસંગે શસ્ત્રોની પૂજા કરીને અશ્વની પણ પૂજા કરવામાં વ્યસ્ત એવા અંબુસિંહગોલ, નગરસેવક પ્રેમલસિંહ ગોલ નજરે પડે છે, ત્યારે આ પ્રસંગ દરમ્યાન સરગાસણ ખાતે પણ રાજપૂત સમાજ દ્વારા પૂજાવિધી કરવામાં આવી હતી, ત્યારે કોલવડા, થી લઇને અનેક ગામોમાં રાજપૂત સમાજે શસ્ત્રોનું પૂજન કર્યું હતું.