કુદરીત કે માનવસર્જિત આપદામાં ધાર્મિક સંસ્થાનો પ્રજાકીય જનકલ્યાણના કાર્યોમાં હંમેશા મદદરૂપ બન્યા છે – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Spread the love

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદના નિકોલ ખાતે નવનિર્મિત સ્વામિનારાયણ ગુરુકુળના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં કહ્યું કે, કુદરતી કે માનવસર્જિત હોનારાતો થી લઇ સામાજીક પ્રવૃતિઓમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો-મહંતો અને સ્વંયસેવકો સરકારની સાથે ખભેથી ખભો મિલાવીને જનક્લાયણના કાર્યોમાં મદદરૂપ બન્યા છે.
આઝાદી કા અમૃત મહોત્સવ ના આ વર્ષે રાજકોટ સ્વામીનારાયણ સંસ્થાન ને પણ75 વર્ષ થયા છે.આ અમૃત પર્વ ના વર્ષે અમદાવાદ ખાતે 45 મી શાખાનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ઉદ્ભઘાટન કર્યુ હતુ.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ આ પવિત્ર પ્રસંગે, રાજ્યના તમામ નાગરિકોને યોજનાકીય લાભો થી લઇ તમામ સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવી જનકલ્યાણના કાર્યો હાથ ધરવા રાજ્ય સરકાર કટિબધ્ધ હોવાનું જણાવ્યુ હતુ.
મુખ્યમંત્રી શ્રી એ એમ પણ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની જે કેડી કંડારી છે તે પથ પર અમારી સરકાર આગળ વધી રહી છે.જનકલ્યાણના અને વિકાસની રાજનીતીના પ્રણેતા અને દીર્ધદ્રષ્ટા શ્રી નરેન્દ્રભાઇના વિકાસ કાર્યોની સુવાસ દેશભરમાં પ્રસરી છે તેને આગળ ધપાવવા અમારી સરકાર પ્રયત્નશીલ છે એમ તેમણે ઉમેર્યુ હતુ.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સૌનો સાથ , સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસની નેમ સાથે રાષ્ટ્રવ્યાપી સર્વાગીં વિકાસ સાધ્યો છે. જેમાં સૌને સહભાગી બની એકજૂથ થઇ એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્ણાણ કરવા મુખ્યમંત્રીશ્રીએ આહવાન કર્યું હતુ.
આ પ્રસંગે પરમ આદરણીય રાજકોટ સંસ્થાના સંત શ્રી પૂજ્યપાદ ગુરૂમહારાજે ભગવાન સ્વામીનારાયણના વચનામૃતનો સંદર્ભ આપતા કહ્યું હતુ કે, કુટુંબ, રાજ્ય, રાષ્ટ્ર અને સંગઠન અને સમાજમાં સાદાઇ, સરળતા અને સેવાભાવ યુક્ત આગેવાનીનું અનેરૂ મહત્વ છે. ગુજરાત રાજ્યને આ તમામ ગુણોથી સમપન્ન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ મળ્યા છે. જેઓએ એક જ મહિનાના ટૂંકાગાળામાં કરોડો નાગરિકોના દિલ જીત્યા છે.
પૂજ્યપાદ ગૂરૂમહારાજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને ઉજ્જવળ કારકિર્દી અને નેતૃત્વ માટે આશીર્વચન પણ આપ્યા હતા.
સ્વામીનારાયણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે રાજ્ય કુટીર ઉદ્યોગ મંત્રી શ્રી જગદિશભાઇ વિશ્વકર્મા, ધારાસભ્ય સર્વે શ્રી બાબુભાઇ પટેલ, વલ્લભભાઇ કાકડીયા, જગદિશભાઇ પટેલ, સંત શ્રી દેવકૃષ્ણદાસજી, મહતં શ્રી દેવપ્રસાદજી, ધર્મવલ્લભદાસજી, સંપ્રદાયના પૂજ્ય સંત અને મહંતશ્રીઓ, ગુરુકુળના ભૂતપૂર્વ વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com