IFFCO ના ચેરમેન તરીકેની જવાબદારી ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી ને સોંપાઈ
ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ લિમિટેડ (IFFCO) ના ચેરમેન તરીકેની જવાબદારી ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી (Dilip Sanghani) ને સોંપવામાં આવી છે. મહત્વનું છે કે ઇફકોના ચેરમેન બી.એસ.લકાઈનું મૃત્યુ થતાં કલમ 44ની જોગવાઈ પ્રમાણે વાઈસ ચેરમેનને આ જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વનું છે કે દિલીપ સંઘાણી ઇફકોના વાઇસ ચેરમેન હતા.ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી ખેડૂતો માટે સતત કામ કરતા આવ્યા છે. તેઓ ઈફકોમાં ઘણા સમયથી વાઇસ ચેરમેનની ભૂમિકા ભજવી રહ્યા હતા. દિલીપ સંઘાણીએ આ અંગે વાત કરતા કહ્યુ કે, ચેરમેન બીએસ લકાઈના નિધન બાદ કલમ 44ની જોગવાઈ મુજબ વાઇસ ચેરમેનને જવાબદારી સોંપવામાં આવે છે. એટલે મને ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.દિલીપ સંઘાણીએ કહ્યુ કે, અમિત શાહની હાજરીમાં ઈફકોના ચેરમેન તરીકે બી.એસ. લકાઈએ દીપ પ્રાગટ્ય કર્યુ હતું. આજે તેમનો દીપ બુઝાઈ ગયો છે. એટલે કે ઇફકો બાયોલોજીની કલમ 44ની જોગવાઈ મુજબ ચેરમેનની જવાબદારી વાઈસ ચેરમેનને સોંપવામાં આવી છે, એટલે મને આ જવાબદારી મળી છે.