દેશમાં ટીવી ની શોધ વર્ષો પહેલા થઈ હતી, પણ ૧૯૮૦ની સાલથી લોકોના ઘરે ધીરે-ધીરે ટીવી આવવા લાગ્યા, ટીવી જેના ઘરે હોય અને ઘર ઉપર એરિયલ લટકતું હોય તે શ્રીમંત ગણાતો, ત્યારે એ યુગમાં ઘણીજ મહિલાઓ ભલે પુરુષ કાળો કબાડો હોય પણ ઘરમાં ટીવી હોય એટલે પરણી જતી, ત્યારેજે ટીવી આવતા હતા તે ૨૦ વર્ષથી વધારે પણ હજુ ચાલી રહ્યા છે,તે બાદમાં આજનો જમાનો ન્ઝ્રડ્ઢ નો આવ્યો, જેમ ઘરમાં ઘરડા ન ગમતા હોય તેમ હવે જુના ટીવી ગમતા ન હોય તેમ જગ્યા કરી રાખે છે, તેવું કહીને આજે ચાલુ ટીવી ભંગારમાં ૫૦૦ થી ૧ હજાર રૂપિયામાં વેચાઇ રહ્યા છે. ત્યારે ૧૯૮૧ ની સાલમાં ટીવી જેના ઘરે આવે તેને ત્યાં પેડાં વહેંચાતા, આજના યુગમાં ટીવી હવે નિમ્ન થઇ ગયું, અને ન્ઝ્રડ્ઢ નો પણ યુગ આથમવા લાગ્યો છે, ત્યારે હવે આજની યુવતી એટલે ટીવી નોકર, ચાકર, ગાડી અને બંગલો હોય ત્યાં બીવી આવે, પછી ભલેને પોતાના બાપને ત્યાં ઘર નળીયાવાળા કેમ ન હોય?
રોડ, રસ્તા પર દેખાતા આ ટીવી જાેઇએ એ યુગ યાદ આવે છે, કે એ યુગમાં રામાયણ, મહાભારત જાેવા કેટલી પબ્લીક આવતી, ત્યારે ટીવી સાથે ફઝ્રઇ જાેઇન્ટ કરીને જાગરણ હોય તો ૩ પીક્ચર સાથે સવાર પડી જાય, ત્યારે પીક્ચર જાેવા અને જાગરણમાં ફઝ્રઇ ના ઓન ભાડાના બોલાતા હતા, ઉંચા ભાવે ફઝ્રઇ ભાડે લેવાની અને ઓળખાણ લાવવી પડતી હતી, આજે એ કાળ અસ્ત થઇ રહ્યો છે. આજના યુગમાં હવે ટીવી જાેવાનું પણ ઓછું થઇ ગયું છે, મોબાઇલે ભુક્કા કાઢી નાંખ્યા હોય તેમ એક આંગળીના ટેરવે કેમેરા, ઘડીયાળ, ટેપ, રેડીયો, સ્કેનર, ટીવી પણ પસ્તી થઇ ગઇ છે, ગમે તેટલા જુના ગીતો સાંભળવા હોય તો સર્ચ કરો, એટલે હાજર… ત્યારે હવે આજના યુગમાં દિકરાને પરણાવા પણ કાઢા પડી ગયા છે, દરેકની અપેક્ષા એટલે કે આજની યુવતીની અપેક્ષા પણ વધી ગઇ છે, કોઇને કામ કરવું નથી, ગાડી,બંગલો, નોકર, ચાકર અને દર અઢવાડીયે એક પીક્ચર, લાંબી મહિને ફરવાની ટ્રીપ હોય તો હુંકારો કરે… બાકી બાપાને ત્યાં સરકારી બસમાં ભલે મુસાફરી કરતી હોય અને બાપાના ઘર ભલે પતરાના હોય પણ લેવલ બંગલાનું જાેઇએ, અને ગાડું કોઇને ગમતું નથી, ગામડામાં રહેવું નથી, ત્યારે આ ટીવી રોડ, રસ્તા પર જાેઇને અનેક સ્ટોરી આ ટીવીની છે, પણ લખીયે તો પણ ઘણુંજ ઓછું છે, ત્યારે પેથાપુર (ય્ત્ન-૧૮) ખાતે રોડ, રસ્તા પર ટીવી જાેવાઇ રહ્યા છે.