મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીધામને જનસુવિધા વૃદ્ધિ કામની ભેટ

Spread the love

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ગાંધીધામમાં ફ્લાય ઓવરબ્રીજના નિર્માણ કામ માટે કુલ ૫૯.૨૫ કરોડ રૂપિયાની મહાનગરપાલિકાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે
. આ અંગેની રાજ્ય ફાળાની રકમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આપવામાં આવશે.
રાજ્યના નગરો-મહાનગરોમાં રેલ્વે ઓવરબ્રીજ-અંડરબ્રીજના નિર્માણ દ્વારા નાગરિકોને વાહન યાતાયાત અને અવર-જવરમાં સરળતા રહે તેમજ સમય અને ઇંધણની પણ બચત થાય તેવો ઉદાત આશય આવા કામોને મંજૂરી આપવા પાછળ રાખવામાં આવેલો છે.
તદઅનુસાર, મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આ ફ્લાય ઓવરબ્રીજના જનસુવિધા વૃદ્ધિ કામની ભેટ ગાંધીધામ નગરને આપી છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ફાટકમુકત ગુજરાતની નેમને સાકાર કરતાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં રેલ્વે ઓવરબ્રીજ-રેલ્વે અંડરબ્રીજના કુલ ૩૦ પ્રોજેકટ માટે રૂ. ૮૯૦ કરોડની રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
ગુજરાતના નગરો-મહાનગરોમાં આવા રેલ્વે ઓવરબ્રીજ-રેલ્વે અંડરબ્રીજના વિવિધ કામો માટે નગરપાલિકાઓ માટે કુલ ૭૮ કરોડ રૂપિયા તેમજ મહાનગરપાલિકાઓ માટે પણ ૭૮ કરોડ રૂપિયા મળી સમગ્રતયા ૧પ૬ કરોડ રૂપિયાની જોગવાઇ ર૦ર૧-રરના વર્ષ માટે કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com