દુનિયામાં ઘણા ગુનેગારો એવા છે જે મોસ્ટ વોન્ટેડ છે અને તેમના પર લાખો કરોડો ના ઇનામો પણ છે. પણ તમને ખબર છે કે આ લીસ્ટમાં એક ગુર્જાતી વ્યક્તિ નું નામ પણ છે? અમેરિકાના ની સુરક્ષા એજન્સી FBI એક ગુજરાતી પટેલ ને શોધી રહી છે અને તાના પર લાખો રૂપિયાનું ઇનામ પણ છે.
અમેરિકાની સૌથી મોટી સુરક્ષા એજન્સી FBI મૂળ ગુજરાતી ભદ્રેશકુમાર પટેલને શોધી રહી છે.
દુનિયાના મોસ્ટ વોન્ટેડ ગુનેગારો ના લીસ્ટમાં ભદ્રેશ પટેલનું નામ પણ છે. FBI એ ભદ્રેશ પટેલ ને શોધી લાવનાર અને તેની માહિતી આપનાર ને 1 લાખ ડોલર એટલે કે લગભગ ૭૨ લાખ રૂપિયાના ઇનામ ની પણ જાહેરાત કરી છે. જણાવી દઈએ કે ભદ્રેશકુમાર પટેલ મૂળ ગુજરાત ના વિરમગામના છે.
FBI એ ટોપ ૧૦ વોન્ટેડ ગુનેગારોની યાદી જાહેર કરી હતી તેમાં ભદ્રેશકુમાર પટેલનું નામ પણ હતું. ભદ્રેશકુમાર પર પોતાની પત્ની ની હત્યાનો આરોપ છે અને તે ૨૦૧૫ થી ફરાર છે. મળતી માહિતી મુજબ ભદ્રેશ છેલ્લે અમેરિકામાં ન્યૂજર્સીની હોટલમાં દેખાયો હતો. બાદમાં તેનો કોઈ પત્તો નથી. પત્ની ની હત્યા બાદ લોકોમાં ભારે રોષ હતો અને પોલીસ નો પણ લોકોએ વિરોધ કર્યો હતો.
જણાવી દઈએ કે ભદ્રેશ પટેલ ૨૪ વર્ષનો હતો ત્યારે તેણે પોતાની 21 વર્ષની પત્ની ની છરી ના ઘા મારીને દર્દનાક હત્યા કરી હતી. હત્યા કરી ત્યારે કોફી શોપમાં તેઓ બન્ને કામ કરતા હતા. હત્યા ના સમયે અન્ય ગ્રાહકો પણ શોપમાં હાજર હતા પણ ભદ્રેશે પત્નીની કરપીણ હત્યા કરી દીધી હતી.
FBI એ તેને મોસ્ટ વોન્ટેડ યાદીમાં રાખ્યો કેમ કે આ હત્યા ખુબ જ ક્રૂર રીતે કરવામાં આવી હતી અને લોકો ખુબ ગુસ્સે ભરાયા હતા.ઘટનાના એક મહિના પહેલાં જ પતિ-પત્ની ના વિઝા સમાપ્ત થયા હતા. ભારત પાછા આવવા મામલે ઝઘડો થતા તેણે હત્યા કરી હતી તેવું માનવામાં આવી રહ્યું છે.