મોટા મોટા શહેરોની સાથે હવે તો નાના શહેરોમાં પણ ભાડે મકાન એક ઉદ્યોગ બની ગયો છે. મોટી સંખ્યામાં આવા પરિવાર છે, જેમની રોજીરોજી આના ઉપર જ ચાલે છે. દિલ્હીમાં તો એવા કેટલાય મકાન માલિકો છે, જે લાખો રૂપિયા મહિને કમાય છે.મોં માગ્યા ભાડા આપવા છતાં પણ મકાન માલિકના કેટલાય પ્રકારના અત્યાચાર સહન કરવા પડે છે. દર વર્ષે ભાડા પણ વધારી દેતા હોય છે. પણ જ્યારે સુવિધા વાત આવે તો, મકાન માલિક ધ્યાન નથી આપતાં હોતા. ઘણી વાર ઉલ્ટું થાય છે. ભાડૂઆત માથાભારે મળી જતા હોય છે અને મકાન માલિકને ડરી ડરીને રહેવું પડે છે.ઘણા એવા પણ કિસ્સા છે જ્યાં ભાડૂઆત મકાન માલિકની પ્રોપર્ટી પર કબ્જો કરી લેતા હોય છે. આવી ઘટનાઓ જોતા અમુક મકાન માલિક પોતાની પ્રોપર્ટી ભાડે આપવાથી ડરતા હોય છે.
આ બધી તકલીફોને જોતા સરકારે (model tenacny act)ના ડ્રાફ્ટને મંજૂરી આપી છે. નવા કાયદા અનુસાર રાજ્ય સરાકારને નવા નિયમ લાગૂ કરવાની મંજૂરી પણ આપી દેવામાં આવી છે.
નવા કાયદા અનુસાર ભાડૂઆતની સિક્યોરિટી મની બે મહિનાથી વધારે હોઈ શકે નહીં. ભાડૂ વધારવા માટે ઓછામાં ઓછા ત્રણ મહિના પહેલા નોટિસ આપવાની રહેશે. બંને પક્ષમાં અંદરોઅંદર સહમતી હોય તો, ભાડૂ ન પણ વધારે. આ અગાઉ મકાન માલિકે મકાન જોવા માટે આવવું હોય તો, 24 કલાક પહેલા નોટિસ આપવાની રહેશે.
ભાડૂઆત પાસેથી ત્રણ ગણી વધારે એડવાંસ ભાડૂ ત્યાં સુધી ગેરકાયદેસર છે, જ્યાં સુધી બંને વચ્ચે કોઈ એગ્રીમેંટ બનાવ્યો ન હોય. ભાડૂઆત જ્યારે પણ મકાન છોડે તેના એક મહિનાની અંદર મકાન માલિકે સિક્યોરિટી મની પાછી આપવાની રહેશે. જો કોઈ વિવાદ કે ઝઘડો થાય તો, મકાન માલિક ભાડૂઆતની લાઈટ, પાણી જેવી સુવિધાઓ બંધ કરી શકે નહીં.
કાયદામાં કહેવાયુ છે કે, બિલ્ડીંગમાં માળખામાં દેખરેખ માટે ભાડૂઆત અને મકાન માલિક બંને જવાબદાર હશે. જો મકાન માલિક તેના મકાનમાં કોઈ સુધારો કરાવે છે, તો રિનોવેશનનું કામ ખતમ થયા બાદ એક મહિના પછી મકાનનું ભાડૂ વધારી શકે છે. જો કે, તેના માટે ભાડૂઆતની સહમતી હોવી જરૂરી છે.
રેંટ એગ્રીમેંટ લાગૂ થયા બાદ જો બિલ્ડીંગનો ઢાંચો ખરાબ થઈ રહ્યો છે અને મકાન માલિક રેનોવેટ કરાવાની સ્થિતીમાં નથી, ભાડૂઆત ઓછું ભાડૂ કરવાનું કહી શકે છે.
રેંટ એગ્રીમેંટ દરમિયાન જો ભાડૂઆતનું મોત થઈ જાય તો, રેંટ એગ્રીમેંટ તેના મોત સાથે જ ખતમ થઈ જાય છે. જો મૃતકનો પરિવાર પણ છે, તો ભાડૂઆતના અધિકાર તેના પરિવારના હાથમાં આવી જશે.નવા કાયદા અનુસાર જો સમય પર ભાડૂઆતે મકાન ખાલી ન કર્યું તો, ભાડૂ પહેલા કરતા ત્રણ ગણું અથવા ચાર ગણુ વધારે થઈ જશે. ભાડૂઆતે જ ભાડાના મકાનની દેખરેખ કરવાની રહેશે. ભાડૂઆત જો મકાનનું ધ્યાન નહીં રાખે, તો ડિપોઝીટ તરીકે આપેલા પૈસામાંથી કાપી શકે છે.
ભાડૂઆત જો મકાન માલિકના ઘરમાં કોઈ ખર્ચો કરે છો, તો તેના પૈસા ભાડૂમાંથી કાપી શકે છે. સાથે જ જો ઘરને કોઈ નુકસાન પહોંચાડે તો, મકાન માલિકને જણાવાનું રહેશે. એવું નથી કે, ભાડૂઆત કહ્યા વગર જ નિકળી જાય.નવા કાયદા અનુસાર કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને કહેવાયુ છે કે, તે ભાડા વિવાદ સમાધાન કરાવતી કોર્ટ, પ્રાધિકરણ અથવા અધિકરણ સ્થાપે. આ સંસ્થાઓ ફક્ત મકાનમાલિકો અને ભાડૂઆતના વિવાદોનું સમાધાન લાવશે. હવે ભાડૂઆત સંબંધિત ઝઘડાઓ સિવિલ કોર્ટમાં દાખલ થઈ શકશે નહીં.