પોલીસના ગ્રેડ-પેને લઈને ચાલતા આંદોલનમાં ગાંધીનગર ખાતે પોલીસ પરિવારના સભ્યોને ગત રાત્રે જ પોલીસે હટાવી દીધા હતાં. મહત્વનું છે કે, ગત મોડી રાત્રે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચી ગયા હતાં. જ્યાં તેઓએ આંદોલન કરી રહેલા પોલીસ પરિવારના લોકોને ત્યાંથી હટાવી દીધા હતાં.
આંદોલન કરનારા પોલીસકર્મીના પરિવારજનોને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ત્યાંથી હટાવી દીધા હતાં. આમ, સત્યાગ્રહ છાવણી ખાતે ચાલતા પોલીસ પરિવારના આંદોલનને ગાંધીનગર પોલીસે જ તોડી પાડ્યું હતું.ગુજરાત પોલીસ ગ્રેડ પેને લઈને ચાલતા આંદોલનમાં ગાંધીનગર ખાતે પોલીસ પરિવારના ધરણાસ્થળે આજ સવારથી જ ચુસ્ત પોલીસનો કાફલો જોવા મળી રહ્યો છે. સત્યાગ્રહ છાવણી ખાતે ચાલતા પોલીસ પરિવારના ધરણા સ્થળના મંડપના પાયા પણ ખોદી નાખવામાં આવ્યાં છે. બીજી તરફ અમદાવાદથી પણ પોલીસની ટીમો ગાંધીનગર બોલાવી લેવાઇ છે. સવારથી જ સત્યાગ્રહ છાવણી ખાતે જ પોલીસકર્મીઓનો ભારે કાફલો જોવા મળી રહ્યો છે.