મહેસાણા જિલ્લામાં” આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિ-દિવસીય ‘‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’’નો ગોઝારીયાથી પ્રારંભ કરાવ્યો.
“આત્મનિર્ભર ગ્રામ યાત્રા” અન્વયે મહેસાણા જિલ્લામાં ૨,૩૧૪ લાભાર્થીઓ લાભાંવિત તેમજ રૂ. ૩,૩૫૭.૧૦ લાખના વિકાસ કામોના ખાતમુહૂર્ત-લોકાર્પણ અને સહાય વિતરણ કરવામાં આવી.
ગામડાઓના ગરીબ, વંચિત, શોષિત, પીડિતોની ચિંતા કરતી આ સરકાર છે, ગામડાઓ આત્મ નિર્ભર બને એ માટે રાજ્ય સરકારે ત્રિદિવસીય ગ્રામ વિકાસનો મહાયજ્ઞ આરંભ્યો છે.
સરકારની પ્રજાકલ્યાણની યોજનાઓ છેવાડાના માનવી અને ગામડાઓ સુધી આત્મનિર્ભર ગ્રામ વિકાસ યાત્રાના માધ્યમથી પહોંચાડવાનો પ્રયાસ ગ્રામયાત્રા થકી થઇ રહ્યો છે. રાજ્યમાં આ આત્મનિર્ભર ગ્રામ યાત્રાથી જનભાગીદારીથી વિકાસયાત્રા સાકાર બનવા જઇ રહી છે.
સરકાર ગામડાઓનો વિકાસ થાય તે માટે અનેક યોજનાઓ અમલમાં મુકી છે. ગામડાઓના સર્વાંગી વિકાસ થકી રાષ્ટ્રનો અવિરત વિકાસ થઇ રહ્યો છે. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વમાં ગામાડાઓનો વિકાસ કરી ‘આત્મનિર્ભર ભારત’ના નિર્માણ માટે સંકલ્પ કર્યો છે જે પરિપૂર્ણ થઇ રહ્યો છે.
ગામડાઓમાં વીજળી, પાણી, આરોગ્ય, શિક્ષણ જેવી પ્રાથમિક અને ભૌતિક સુવિધાઓ આપી શહેરો સમકક્ષ બનાવવામાં આવી રહ્યા છે. પૂજ્ય મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજ્ય અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીની આત્મનિર્ભર ગ્રામની વિભાવનાને “સૌના સૌથ, સૌના વિકાસ અને સૌના પ્રયાસ”થી આગળ વધી રહી છે.
આ વેળાએ આત્મનિર્ભર ગ્રામયાત્રાને લીલી ઝંડી આપી જિલ્લામાં ચાર રથોનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ ૪ રથો દ્વારા જિલ્લા પંચાયતની ૪૨ બેઠકો પર ૩૦૦ થી વધુ ગામડાઓમાં આત્મનિર્ભર ગ્રામયાત્રા થકી પ્રચાર પ્રસાર થનાર છે.