આપણે સૌ જાણીએ છીએ કે મોબાઇલ ફોન વગર દુનિયા જ અટકી જાય છે. ફોન વગરની લાઇફ તો આપણે ઇમેજીન પણ નથી કરી શકતા પરંતુ હવે માત્ર માણસો નહી શ્વાનો પાસે પણ ફોન રહેશે.
તે વીડિયો કોલ પર પોતાના માલિક સાથે વાત કરી શકશે.
વૈજ્ઞાનિકોની અનોખી ખોજ
વૈજ્ઞાનિકોએ એક એવી ડિવાઇસ બનાવી છે જેનાથી ડોગ પોતાના માલિક સાથે વીડિયો કોલ પર વાત કરી શકશે. આ ડિવાઇસ એક બોલ જેવી દેખાય છે અને મોબાઇલ જેવું કામ કરે છે.
આ ઉપકરણને પ્રોટોટાઇપ ડોગફોન ઉપકરણ કહેવામાં આવે છે. આ ઉપકરણ કૂતરાઓની હિલચાલ પણ પારખી શકે છે. તમે તેને તમારા કમ્પ્યુટરથી કનેક્ટ કરી શકો છો અને કૂતરો તમારી સાથે વીડિયો કૉલ દ્વારા વાત કરી શકે છે. આ એક ખૂબ જ અનોખી શોધ કહેવામાં આવી રહી છે.
ગ્લાસ ગો યુનિવર્સિટીનો આવિષ્કાર
આ ઉપકરણ ગ્લાસગો યુનિવર્સિટીના ડૉ. ઇલિયાના હિરસ્કીજ-ડગ્લાસે આલ્ટો યુનિવર્સિટીના એક સહકર્મી સાથે મળીને બનાવ્યું છે. ડોક્ટર ઈલીયાનાએ પોતાના 10 વર્ષના પાલતુ કૂતરા માટે આ ઉપકરણ બનાવ્યું છે, જે હવે દુનિયા માટે વરદાન સમાન છે. ડોક્ટર ઈલીનાના કૂતરાનું નામ ‘જેક’ છે.
તમને જણાવી દઈએ કે ડૉ. ઈલીના એનિમલ-કમ્યુટર ઇન્ટરએક્શનના નિષ્ણાત છે. ડોક્ટર ઈલીના કહે છે કે વિશ્વભરના કૂતરા પ્રેમીઓ તેમના કૂતરા સાથે હંમેશા જોડાયેલા રહેવા માંગે છે. આ માટે તેને એક ઉપકરણ જોઈતું હતું. જો કે ત્યાં તમામ પ્રકારના સ્માર્ટ રમકડાં છે, પરંતુ ડોગ કનેક્શન ડિવાઇસ ત્યાં નહોતું. જ્યારે ઇલીનાએ તેના ડોગી જેકને ડોગફોન ઉપકરણ સાથે કનેક્ટ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે કનેક્ટ થઈ ગયું. આ બોલ જેવા ઉપકરણને ખસેડ્યા પછી, તેમાં રહેલા એક્સીલેરોમીટરે કામ કરવાનું શરૂ કર્યું અને તેણે વીડિયો કૉલ કરવાનું શરૂ કર્યું.