રાજુ બન ગયા જેન્ટલમેન, લગે રહો મુન્નાભાઈ ની જેમ લગે રહો રાજુભાઈ
ગુજરાતમાં નવું મંત્રી મંડળ રચાયા બાદ રાજેન્દ્રભાઈ ત્રિવેદી પાવરફુલ અને પ્રજાના પ્રશ્નોને વાચા આપનારા અને 25 વર્ષથી એકહથ્થુ ભાજપનું શાસન હોવા છતાં પ્રથમવાર સરપ્રાઇઝ ચેકિંગ કરીને સરકારી બાબુઓને ગુજરાતના તમામ ખૂણામાં બદલી કરીને ભુક્કા કાઢી નાખ્યા છે, ત્યારે પ્રજા, વકીલો, અરજદારો માં રાજેન્દ્ર ત્રિવેદીને રાજુ બન ગયા જેન્ટલમેન હોય તેમ લગે રહો મુન્નાભાઈ ની જેમ લગે રહો રાજુભાઈની તમામ ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે અમદાવાદની સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરી ના ડેપ્યુટી કલેકટર કે. કે. શાહ અને પંકજ શાહ દ્વારા કરવામાં આવતી લાંચની માગણી ની ઓડિયો ક્લિપ સામે આવતા અને બંને અધિકારીઓ એક દસ્તાવેજના 5000થી 10000 રૂપિયા સુધીની લાંચ માંગવામાં આવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર ઘટના ત્યારે સામે આવી જ્યારે અમદાવાદની કેમેરામાં હાઈકોર્ટના વકીલ દ્વારા સ્ટિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બીજી તરફ રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા મહેસુલ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર ના પુરાવા રજૂ કરવા હાકલ કરવામાં આવી છે. જેથી સમગ્ર ઘટના સામે અધિકારીઓને પદ પરથી દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે.
રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરીને જે ક્લાસ બાબુઓના લેવામાં આવ્યા તેમાં હવે GJ-18 કલેક્ટર કચેરી ખાતે પણ વકીલો, અરજદારોને સરકારી બાબુઓ અને વચેટિયાઓનો વેપલો વધી ગયો હોવાથી અહીંયા પણ સરપ્રાઇઝ ચેકિંગ કરો લાખોમાં કા કરોડોમાં આળોટી રહ્યા છે અધિકારીઓ ,અનેક વકીલો દ્વારા કલેકટરને પણ લેખિતમાં ફરિયાદો થવા પામેલ હોવા છતાં કોઇ જ કાર્યવાહી કરવામાં નથી આવી.હવે રાજુભાઈ એકવાર GJ-18 ખાતે આવેલી કલેકટર કચેરીની ઘણી જ શાખાઓ છે ,તે આપશ્રી ના તાબામાં છે, તે ચકાસો અને તપાસ કરાવો, દસ્તાવેજો નોંધણીથી લઈને ખેડૂત પોથી માં નામ કમી કરવા, નવા ઉમેરવાથી લઈને અનેક ય અન્ડા-ગન્ડા થઈ રહ્યા છે, ત્યારે સૌપ્રથમ એક વર્ષમાં કલેકટર કચેરી દ્વારા થયેલા ભ્રષ્ટાચાર માં કલેકટરશ્રીને અરજદારો દ્વારા થયેલી ફરિયાદોની ચકાસણી કરાવો એટલે બધુ બહાર આવી જશે.
બોક્સ
અમદાવાદની જેમ gj-18 ખાતે પણ જમીનનો ,મકાનો, દસ્તાવેજોના કામ વધી ગયા છે ,અનેક વકીલો દ્વારા કલેક્ટરને અને સરકારના લેખિતમાં ફરિયાદ કરવા છતાં અરજદારનું પાન્ચીયુ ઊપજતુ નથી, પણ હવે રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા તંત્ર સામે ઘોષ બોલાવતા અનેક ફરિયાદો મેદાને ઉતરશે. Gj- 18 વકીલો દ્વારા પણ આ મુદ્દે અગાઉ ફરિયાદો થયેલ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.