કોમન મેન એવા મેયર, ડે. મેયર, પ્રમુખ સેક્ટર – 11 ખાતે ચા પીતા જોઈને, પ્રજામાં કુતુહલતા
GJ-18 મનપામાં ભાજપની 41 સીટો સાથે જે જીત મેળવ્યા બાદ હોદ્દેદારો ની વરણી કરવામાં આવી છે. ત્યારે ભાજપના શહેર પ્રમુખ રૂચિર ભટ્ટ, તેમના ટીમના મહામંત્રી એવા કનુભાઇ દેસાઇ, ધર્મેન્દ્રસિંહ , મેયર હિતેશ મકવાણા, ડે.મેયર પ્રેમલ સિંહ ગોલ સેક્ટર -11 ખાતે ચાની ચૂસકી મારતા નજરે પડ્યા હતા ,ત્યારે ભાજપ દ્વારા હોદ્દેદારોની વરણી કર્યા બાદ કોઈપણ કાર્યક્રમ હોય તો વાહન નો ખર્ચાનો ભાર ન પડે તે માટે મેયર ,ડેપ્યુટી મેયર, ચેરમેન એક જ ગાડીમાં જતા હોય છે ત્યારે આજે સેક્ટર -11 ખાતે આવેલા બાબાસાહેબના સ્ટેચ્યુ પાસે કાર્યક્રમ હોય જે પૂર્ણ થયા બાદ સવારે વહેલા નીકળી ગયા હોવાથી આળસ ખંખેરવા અને જૂની જગ્યાઓ ક્યારે ભુલાય નહીં ,તેમ મેયર ,ડેપ્યુટી મેયર, રૂચિર ભટ્ટ પોતે ચાની ચૂસકી મારતા નજરે પડ્યા હતા.
આમ, પણ મેયર, ડેપ્યુટી મેયર અને રુચિ ભટ્ટ કોમનમેન હોય તેમ ગમે ત્યાં ચા ,નાસ્તો કરવા બેસી જાય કારણકે જમીનના માણસ હોય અને જમીનને અડીને જ ચાલવાનું તેમ આજે પણ જુની જગ્યાઓ ભૂલવાની નહીં, ત્યારે કોમનમેન એવા મેયર કા પર્ચા, ચાય પે ચર્ચા ,થોડા સા ખર્ચા હોય તેમ ચૂસકી મારતા નજરે પડે છે, ત્યારે ડેપ્યુટી મેયર પોતે ઓછા ખાંડવાળી ચા પીતા હોઈ, જેથી આ સંદર્ભે પૂછા કરવામાં આવતા જણાવેલ કે શહેરમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે ઓછી ખાંડ જરૂરી છે, ત્યારે કોમેન્ટમાં જણાવ્યું કે વધુ ખાંડ અને વધુ ગળ્યા બનીએ તો અધિકારીઓ ગાંઠે નહિ, જેથી આરોગ્ય અને પ્રજાના કામ માટે ઓછી ખાંડ અકસીર છે.
બોક્સ
સે. 11 ખાતે મેયર ,ડેપ્યુટી મેયર પ્રમુખ ચા ની ચૂસકી મારતા ચાની કીટલી વાળાના ભાગ્ય ખૂલી ગયા હોય તેમ vip પણ ચા ની ચૂસ્કી અહીંયા મારવા આવે છે ત્યારે ,કોમનમેન ની જેમ ચાની ચૂસકી લેતાં પ્રજામાં ચર્ચાનો વિષય બન્યો છે.