હેડકલાર્ક પેપરલીંક કાંડનો આપ પાર્ટી દ્વારા કોબા કમલમ ખાતે ઘુસીને વિરોધ કરવા જતા આમ આદમી ના 70 જેટલા કાર્યકરો સામે બિન જામીન પત્રોની કલમો નોંધી ગુનો દાખલ કર્યો હતો ગુન્હામાં ગેરકાયદેસર ઘૂસણખોરી ની કલમો સાથે પ્રવિણ રામ, ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયાથી લઈને ૭૦ જેટલા કાર્યકરો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આવતીકાલે GJ-18 કોર્ટ ખાતે આપના કાર્યકરોને રજૂ કરવામાં આવશે.