મુન્દ્રામાં વર્ષો જુના આંકડા બંધ કરાવનાર પીઆઇ મિતેષ બારોટનું કોંગ્રેસે શાલ ઓઢાડી સન્માન કર્યું

Spread the love

 

 

 

 

 

મુન્દ્રા

મુન્દ્રામાં શહેર કોંગ્રેસે વર્ષો જુના આંકડા બંધ કરાવવા મુદ્દે પીઆઇ મિતેષ બારોટ નું શાલ ઓઢાડી સન્માન કરતાં ઔદ્યોગિક નગરીમાં ઉલ્ટી ગંગા વહી રહી હોવાનું પ્રતિત કરાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ મુન્દ્રા શહેરમાં વકરેલી આંકડાના જુગારની બદીને કારણે ગરીબ વર્ગ પાયમાલીની ગર્તામાં ધકેલાતો હોવાની લાગણી સાથે છેલ્લા બે માસથી વિપક્ષે રજૂઆતોનો મારો ચલાવ્યો હતો.જેની ફળશ્રુતિ રૂપે સીટી પોલીસે સતર્કતા દાખવી હાલના તબક્કે આંકડાનો જુગાર ડામી દેતાં શ્રમિક પરિવારોને મોટી રાહત થઇ હોવા ઉપરાંત તેઓ લેણામુક્ત થયા હોવાના મત સાથે શહેર કોંગ્રેસે સનિષ્ઠ કામગીરી કરનાર મુન્દ્રા પીઆઇ મિતેષ બારોટનું શાલ ઓઢાડી સન્માન કરી સમગ્ર પોલીસ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. ઉપરોક્ત કામગીરી વેળાએ શહેર પ્રમુખ કપિલ કેસરીયા પાલિકાના વિપક્ષી નેતા ઇમરાન જત ઉપનેતા કાનજી સોંધરા નગરસેવક જાવેદ પઠાણ જિલ્લા કોંગ્રેસ મંત્રી ભરત પાતારીયા ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com