રાજ્યમાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકો માટે તા.૩ થી ૯ જાન્યુ. વેક્સિનેશનની ખાસ મેગા ડ્રાઇવ યોજાશે : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

Spread the love

 

 

 

 

 

ગાંધીનગર

કોવિડ-૧૯ની સાંપ્રત પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકની વિગતો આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિતના વરિષ્ઠ સચિવોની ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યમાં કોરોના-ઓમિક્રોનની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ બેઠક અંગેની વિગતો આપતા પ્રચાર માધ્યમો સમક્ષ જણાવ્યું હતુ કે રાજ્યના ૮ મહાનગરમાં હાલનો રાત્રી કર્ફ્યૂ સહિતની કોરોના સંક્રમણ નિયંત્રણ SOPનો અમલ આગામી તારીખ ૭મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. તા.૧લી જાન્યુઆરી ૨૦૨૨થી રાજ્યની તમામ કચેરીઓમાં મુલાકાતીઓને તેમને ડબલ ડોઝ વેક્સિનેશન કરાવ્યું છે તેની ખાતરી અને પ્રમાણપત્રના આધારે જ પ્રવેશ આપવામાં આવશે. ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે હાલમાં કુલ ૧,૧૦,૦૦૦ પથારીની વ્યવસ્થા કરી છે. જેમાં ૧૫,૯૦૦ આઇ.સી.યુ. જ્યારે ૭,૮૦૦ વેન્ટીલેટર બેડ ઉપલબ્ધ છે. જ્યારે બાળકો માટે તમામ કોવિડ હોસ્પિટલોમાં ૧૦ થી ૨૦ ટકા બેડ અને ૧,૦૦૦ જેટલા વેન્ટીલેટર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લાઓમાં, શહેરોમાં જરૂરિયાત આધારે નવી /ટેમ્પરરી ૫૦૦-૧૫૦૦ બેડની કોવિડ-હોસ્પિટલોની સ્થાપના અને કોવિડ-હોસ્પિટલોમાં ઇમરજન્સી રિસ્પોન્સ કેન્દ્રો ઊભા કરવામાં આવનાર છે તેમજ રાજ્યમાં કોરોના સંબંધિત દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું. આગામી તા. ૩થી તા.૯મી જાન્યુઆરી, ૨૦૨૨થી ખાસ મેગા ડ્રાઈવના ભાગરૂપે ૧૫-૧૮ વર્ષ વય જુથના બાળકોને કોવિડ-૧૯ની કોવેક્સીન રસી મુકવામાં આવનાર છે. આ કેમ્પેઇનમાં રાજ્યમાં આશરે ૩૫ લાખથી વધુ બાળકોને રસી આપવામાં આવશે. આ માટે સમગ્ર રાજ્યમાં તા. ૩ જાન્યુઆરી-૨૦૨૨થી શાળા અને અન્ય સ્થળે જ્યાં આ વય જુથના લાભાર્થી હોય ત્યાં રસીકરણ માટે અલાયદા સેશન કરવામાં આવનાર છે. તા. ૭ જાન્યુઆરી-૨૦૨૨ના રોજ સમગ્ર રાજ્યમાં તમામ શાળાઓ અને અન્ય સંસ્થા ખાતે મેગાડ્રાઇવ કરી બાળકોને આવરી લેવામાં આવશે અને શાળાએ ન જતા બાળકો માટે તા. ૮ અને ૯મી જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ અનુકુળ સમયે સેશન રાખી બાળકોને રસી આપવામાં આવશે. આ માટે કોવિન પોર્ટલમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન તા.૧લી જાન્યુઆરી, ૨૦૨૨થી અને ઓનલાઇન રજીસ્ટ્રેશન તા. ૩જી જાન્યુઆરી, ૨૦૨૨ના રોજથી શરૂ થનાર છે.

આગામી તા. ૧૦મી જાન્યુઆરી, ૨૦૨૨થી સમગ્ર દેશમાં હેલ્થકેર વર્કર, ફ્રંટ લાઇન વર્કર અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ આપવામાં આવનાર છે. ૬૦ વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડ લાભાર્થી પોતાના ડોક્ટરની સલાહ મુજબ ‘રસી લઇ શકે છે, જેના માટે તેમણે કોઇપણ પ્રકારનું તબીબી પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે નહિ. આ જુથમાં ૬,૨૪,૦૯૨ હેલ્થ કેર વર્કર, ૧૩,૪૪,૫૩૩ ફ્રંટ લાઇન વર્કર અને અંદાજીત ૧૪,૨૪,૬૦૦ સાંઈઠ વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડ લાભાર્થીઓ મળી કુલ ૩૩ લાખથી વધુ લાભાર્થીને પ્રિકોશન ડોઝ આપવાનો થાય છે.

જે લાભાર્થીને કોવિડ-૧૯ રસીનો બીજો ડોઝ લીધા બાદ ૯ મહિના (૩૯ અઠવાડિયા) પૂર્ણ થયા હોય તેવા લાભાર્થીને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. પ્રિકોશન ડોઝ અંગેની નોંધ કોવિન પોર્ટલ પરથી ઉપલબ્ધ કોંવિડ રસીકરણના સર્ટીફિકેટમાં પણ કરવામાં આવશે. એલીજીબલ લાભાર્થીને પ્રિકોશન ડોઝ માટે SMડથી પણ જાણ કરવામાં આવશે.

રાજ્યમાં કોવિડ-૧૯ અંતર્ગત ઓમિક્રોનના જે કેસો નોંધાયા છે તે તમામ કેસોમાં હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે. તેમને અગમચેતીના ભાગરૂપે દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. જેનું માત્ર ને માત્ર કારણ ગુજરાતમાં જે રસીકરણનું અભિયાન હાથ ધરાયું અને નાગરિકોને સુરક્ષિત કરાયા છે તેને આભારી છે. કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને તા. ૦૧-૧૨-૨૦૨૧થી તા. ૩૦-૧૨-૨૦૨૧ સુધીમાં ૧૮,૯૬,૪૫૮ રેપિડ તથા RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા છે.

સમગ્ર રાજ્યમાં તા. ૨૯ ડિસેમ્બર-૨૦૨૧ સુધી રાજ્યમાં ૪,૬૮,૦૬,૧૭૦ (૯૪.૯%) લાભાર્થીઓને પ્રથમ ડોઝ તથા ૪,૨૨,૨૧,૭૩૧ (એલીજીબલના ૯૪ % અને કુલ વસ્તીના ૮૫.૬ %)લાભાર્થીઓને બીજો ડોઝમળી કુલ ૮.૯૦ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રતિ દસ લાખ બે ડોઝના લાભાર્થીએ ૯,૦૨,૭૪૬ ૨સીના ડોઝ આપવામાં આવેલ છે જેમાં દેશમાં મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસરનું સ્થાન ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com