ગુજરાત ૨૦૨૨ ની ચૂંટણી ના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે કોંગ્રેસની થામ થીયરી ની સામે ભાજપે પણ લડાકુ અને પ્રજા સાથે ફેસ ટુ ફેસ મળનારા એવા પાવરફુલ કોંગ્રેસના દિગ્ગજ નેતા ની ભાજપમાં એન્ટ્રીથી માલધારી સમાજનું ઘણું ખરું વર્ચસ્વ હતું તે તોડયાનો પ્રયાસ કર્યો છે. ત્યારે પૂર્વ મંત્રી એવા રજની પટેલે વાતોના વક્તવ્યમાં જણાવ્યું હતું ,કે, માલધારી સમાજના આગળ રહેવા સાગર રાયકા ની એન્ટ્રીથી ભાજપમાં માલધારી સમાજ થી ગાગર ભરાઈ જશે, ત્યારે છેવાડાના માનવી ની ચિંતા કરનારા અને વિશ્વાસ કરનારા સાગર જેવા સાગરભાઇ એ જે થોડા માલધારીઓનું જુંડ કોંગ્રેસ તરફી હતું. તેને સાગર નો દરિયો એવા સાગરભાઇ એ ભાજપની ગાગર કાર્યકરોની ભરી દીધી છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ મુક્ત કરવાના નિર્ધાર સાથે આપણે આગળ વધવાનું છે. આ પ્રસંગે સાગર રાયકા ની એન્ટ્રી થી માલધારી સમાજ ઉત્સાહ તો હતો, પણ તેમનું સ્વાગત પણ ભવ્ય કરવામાં આવ્યું હતું. રાજસ્થાનથી પધારેલ પૂર્વ મંત્રી અને ભુવાજી ઓટા રામજીને પણ આશીર્વાદ વચન આપ્યા હતા. માલધારી સમાજના આગેવાનો માં રણછોડભાઇ રબારી,ડો. સંજયભાઈ દેસાઈ, બાબુભાઈ રબારી, અરજણભાઇ પોતે ઉપસ્થિત રહીને સાગરભાઇ રાયકા ને શુભેચ્છા પાઠવી હતી કાર્યક્રમનું સંચાલન બોટાદ ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી દ્વારા કરવામાં આવ્યું હતું.