GJ-18 મનપામાં આઉટસોર્સિંગમાં કામ કરતા કર્મચારીઓને સ્માર્ટ વોચ આપીને તે હાજર ન હોત તો બીજા દિવસનો પગાર કાપી લેવાનો, ત્યારે મનપાનો તઘલઘી ર્નિણયથી મોટાભાગના કર્મચારીઓને હાથમાં પગાર માંડ અડધો આવે છે. ત્યારે ૧૦૦૦ સ્માર્ટ વોચ ખરીદવામાં આવી તો ૧હજાર કર્મચારી નથી, તો શું લુમ લેવા આટલી ૨૦ હજારના ભાવની ઘડિયાળો ખરીદવામાં આવી ત્યારે સ્માર્ટ વોચ ફક્ત આઉટસોર્સિંગ કર્મીઓને બાંધવામાં આવે છે તો તમામ કર્મચારીઓ ને કેમ બાંધવામાં નથી આવતી ? તેવો પ્રશ્ન લોકો દ્વારા પૂછાઈ રહ્યો છે. ૨૦૨૧ ના વર્ષમાં જે GJ-18 મનપાને સ્વચ્છતા નો એવોર્ડ મળ્યો તે પણ આ લોકો ને આભારી છે. કામ ન કરતા હોય તો સ્વચ્છતા થઈ કઈ રીતે ? આંદોલનમાં રોજબરોજ મોટી સંખ્યામાં મનપાના પટાંગણમાં બેઠેલા નજરે પડે છે. ત્યારે આ આંદોલનનું સુરસુરિયું કરવા નવા કર્મચારીઓ ગોધરા થી પણ લાવવામાં આવીને કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આઉટસોર્સિંગ ની કેપની લેવાની વિવાદમાં ફસાઈ પડી છે. વિવાદનો પ્રશ્ન માં મનપા દ્વારા સ્માર્ટ વોચ જે આપવામાં આવી છે. તે સ્માર્ટ વોચ નું તમામ ડેટા મનપા મેઇન્ટેન કરે છે. અને એ સ્માર્ટ વોચ કપલ દ્વારા જે આપવામાં આવી છે તેના ડેટા મુજબ મનપા પગારની રકમ ચેક આઉટસોર્સિંગ આપે છે, તેમાંથી પગાર કટ થઈને આવ્યા બાદ આઉટસોર્સિંગ કંપની આપે છે. ત્યારે મુખ્ય મુદ્દા સ્માર્ટ વોચ નો છે.
૨૦૨૧ ના વર્ષમાં કોરોનાની મહામારી માં આ કર્મચારીઓને નગરને સ્વચ્છ રાખવા ઉપરાંત જે એવોર્ડ મનપાની મળ્યો છે. તે આ લોકો ને આભારી છે.
ત્યારે આ કર્મચારીઓને કોરોના વોરિયર્સ ના સર્ટિફિકેટ પણ પૂર્વ મેયર રીટાબેન પટેલ દ્વારા આપવામાં આવ્યા છે. ત્યારે આ સર્ટિફિકેટ તેમના કામની કદર ના રૂપિયા આપવામાં આવ્યા હોય તો આ કર્મચારીઓનું ભાઈ કાંઈક કરો, બાકી આ કોરોના વોરિયર્સ સર્ટીફીકેટને શું ભૂંગળુ વાળીને અગરબત્તી કે સિંગ ચણા વેચવા માટે આપ્યા છે, તેવો પ્રશ્ન પણ કર્મચારીઓ કરી રહ્યા હતા. ત્યારે આ કર્મીઓ માટે રજૂઆત કરવા માવપુરથી ભગત એવા નેતા લાલજીભાઈ પણ પોતે દંડવત પ્રણામ થી પહોંચીને રજૂઆત પણ કરવાની ચર્ચા જાગી છે.