અમદાવાદ
ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈ તમામ પક્ષો સક્રિય થઈ ગયા છે. તાજેતરમાં જ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતનાં જિલ્લા પ્રમુખોની વરણી કરવામાં આવી છે. જેમાં ૧૩ જિલ્લા પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે.
છોટા ઉદેપુરનાં ઉમેશ શાહની જિલ્લા પ્રમુખ પદે નિમણૂંક,
પોરબંદર શહેરનાં પ્રમુખ પદે અતુલ કારીયાની નિમણૂંક,
મોરબીનાં પ્રમુખ પદે જયંતીલાલ પટેલની નિમણૂંક,
પાટણનાં પ્રમુખ પદે શંકરજી ઠાકોરની નિમણૂંક,
જામનગરનાં પ્રમુખ પદે વિરેન્દ્રસિંહ જાડેજાની નિમણૂંક,
જૂનાગઢનાં પ્રમુખ પદે અમિત ઠુમ્મરની નિમણૂંક,
ખેડાનાં પ્રમુખ પદે રાજેશ ઝાલાની નિમણૂંક,
પોરબંદરનાં પ્રમુખ પદે નાથાભાઇ ઓડેદરાની નિમણૂંક,
મહેન્દ્રસિંહ પરમાર ( આણંદ),
મોતી ચૌધરી (ડાંગ),
મોહંમદ યાસીન ગજજાન (દેવભૂમિ દ્વારકા),
હાર્દિક ભટ્ટ (નડિયાદ શહેર),
હર્ષદ નીનામા (દાહોદ )