ગુજરાતમા ત્રીજી લહેર પીક પર , ૮૦ ટકા કેસ ઓમિક્રોનના : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ . સામાન્ય શરદી ખાંસી પણ કોરોના હોઇ શકે : કોવિડ ટાસ્ક ફોર્સ

Spread the love

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

 

અમદાવાદ

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર સુનામી બનતા જ સરકાર એક્શનમાં આવી ગઇ છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે અમદાવાદના આજે રિવરફ્રન્ટ હાઉસમાં કોવિડ ટાસ્ક ફોર્સના તજજ્ઞો સાથે ચર્ચા-વિચારણા કરી.આ બેઠકમાં ટાસ્ક ફોર્સના તબીબો, AMC કમિશનર, કલેક્ક્ટર અને અધિકારીઓ જોડાયા હતા. સાથે જ લોકોને કોરોના ગાઇડલાઇનનનું કડક પાલન કરવા અપીલ કરી છે.આરોગ્ય મંત્રી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, ત્રીજી લહેર પીક પર જવાની તૈયારી હોય એવો અત્યારે ઉછાળો છે. ફેબ્રુઆરીના પ્રથમ વિક માં કોરોનાનો પિક આવી શકે છે.ઓછામાં ઓછા લોકોને ઓક્સિજન અને ICUની જરૂર પડે એવી વ્યવસ્થા સરકારે કરી છે. સરકારે SOP પ્રજા સમક્ષ મૂકી છે, જેનું પાલન કરવાની જવાબદારી લોકોની છે.પ્રજાએ SOPનું પાલન કરવું પડશે. માસ્ક માટે દંડનીય કાર્યવાહી ન કરીએ તેની જવાબદારી લોકોની છે. લોકોએ દંડ અને શિક્ષાત્મક કાર્યવાહીથી બચવા SOPનું પાલન કરવું પડશે. નવી SOP પરિસ્થિતિ મુજબ લાવીશું.

સમરસ હોસ્ટેલ અંદર 1500 જેટલા સામાન્ય બેડ તેમજ 250 ઓક્સિજન બેડ મેડિકલ સુવિધાઓ અને ચોવીસ કલાક બે મેડિકલ ટીમ બેઠક કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા તેમજ ડેપ્યુટી કમિશનર સમરસ હોસ્ટેલ મુલાકાત લીધી હતી તમામ તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સારી સુવિધા મળે તે માટે સૂચનાઓ કમિશનર દ્વારા આપવામાં આવી હતી. જરૂર જણાતા તેની સાથે જ સમરસ હોસ્ટેલ શરૂ કરવામાં આવશે. તેવું પણ જાહેર કરવામાં આવ્યું.

કોવિડ અંગેના તજજ્ઞો સાથે ચર્ચા કર્યા બાદ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું કે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી રોજ એક લાખથી વધારે કોરોનાના ટેસ્ટ કરવામાં આવે છે. રાજ્યમાં હાલ સામે આવતા 80 ટકા કેસ ઓમિક્રૉનના છે. ઓમિક્રૉન વેરિઅન્ટ ભલે હળવો હોય પરંતુ હાઈબ્રિડ ઈમ્યુનિટીને પણ ગાંઠતો નથી. ઓમિક્રૉન નાક, ગળા અને શ્વાસનળીને અસર કરે છે. પરંતુ ફેફ્સાને ઓછું નુકસાન કરે છે. જેથી મોટી સંખ્યામાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડતી નથી. કોરોનાનું ઓમિક્રૉન વેરિઅન્ટ હળવો છે. પરંતુ તેને હળવાશથી લેવાની ભૂલ જરા પણ ન કરતા. જે પણ લોકોએ કોરોનાની રસી લીધી નથી. તે લોકો હાલ ICUમાં દાખલ છે. એટલે આરોગ્ય પ્રધાને લોકોને ઝડપથી કોરોના રસી લઈ લેવા અપીલ કરી. આ ઉપરાંત કોરોનાના લક્ષણ હોય તો તેને અવગણ્યા વગર ઝડપથી RTPCR ટેસ્ટ કરાવવા પણ સૂચના કરી. ઘણી વખત લક્ષણો હોવા છતાં રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે છે. જેથી કોવિડ નિષ્ણાંતો RTPCR ટેસ્ટ કરાવવા પર ભાર મૂકી રહ્યાં છે. તો જો લક્ષણો જણાય RTPCR ટેસ્ટ કરાવી લેવો જોઇએ.

 

ત્રીજી વેવને લઇને રાજ્યના કોવિડ ટાસ્ટ ફોર્સના નિષ્ણાંત તબીબ ડૉ. સુધીર શાહે પણ કોરોનાને સામાન્ય ફ્લૂ સમજવાની ભૂલ ન કરવા લોકોને જણાવ્યું હતુ.

 

ડૉ. અતુલ પટેલના મતે કોરોનામાં અત્યારે દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાનો રેટ ભલે ઓછો હોય, પરંતુ કેસની સંખ્યાં વધે તો તેના હિસાબે હોસ્પિટલમાં દાખલ થવાનો રેટ ઊંચો થઇ જશે તેવુ જણાવ્યુ હતુ. જેથી યુવાનોએ ઘરના વડીલો કે બાળકોનો વિચાર કરીને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું અત્યંત કડકાઈથી પાલન કરવા અપીલ કરી હતી. આ સાથે જ કોરોનાના હળવા નિયમો હોય તો પોતાનું સતત ધ્યાન રાખવા અને દરરોજ 4 થી 5 લીટર પાણી પીવાની પણ તબીબોએ સલાહ આપી છે.

ડૉ.દિલીપ માવલંકરે કહ્યું કે, બિન જરૂરી બહાર ના જાઓ, મેળાવડા ટાળો. પ્રસંગો તો આવ્યા કરશે પણ તેમાં ભીડ ના કરવી જોઈએ. લક્ષણો હોય તો આઈસોલેટ થઈ જાઓ, શરદી ખાંસી થાય તો ઘરમાં માસ્ક પહેરો. વૃદ્ધો કે યુવાઓ કો-મોર્બિડ હોય તો તેઓએ ઘરે ધ્યાન રાખવાની જરૂરી છે.

ડૉ.અતુલ પટેલે જણાવ્યું કે, અત્યારે જે કેસો આવે છે તેમાં વધારે ઓમિક્રોન છે. ગત વર્ષે આવેલા ડેલ્ટા અને ઓમિક્રોન બંને વચ્ચે મોટો તફાવત છે. ઓમિક્રોન કોઈ ઇમ્યુનિટીને ગાંઠતો નથી. ડેલ્ટા શરીરના અવયવોને નુકસાન કરતો હતો. ઓમિક્રોન નાક, ગળા અને શ્વાસનળીને અસર કરે છે અને ફેફસાંને ઓછું નુકસાન કરે છે. જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓને ઓછા દાખલ કરવા પડે છે.

ઝાયડસ હોસ્પિટલના ડો.વી.એન શાહે કહ્યું કે, કારણ વગર ખાલી રિપોર્ટ ના કરાવવો જોઇએ. જેમને લક્ષણો હોય તેમણે જ રિપોર્ટ કરાવવો જોઈએ. લક્ષણો હોય ને રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે તો પણ RTPCR ટેસ્ટ કરાવવો જરૂરી છે. લોકો ICUમાં દાખલ છે એ લોકોએ વેક્સિન નથી લીધી. હજી બાળકોને વેક્સિન નથી મળી તેથી તેમનું ખાસ ધ્યાન રાખો.


 

 

 

ડો. તુષાર પટેલે કહ્યું કે, હાલમાં માઈલ્ડ પ્રકારના કેસો છે. માઇલ્ડ કેસોમાં તાવ આવે છે, 101, 102 ડિગ્રી અને બીજા દિવસે 99 થઈ જાય છે. પેરાસિટામોલ ટેબલેટ લેવાથી તાવ ઓછો થઈ જાય છે. શરદી થાય છે અને નાક બંધ થઈ જાય છે. બે દિવસ અને ચાર દિવસ બાદ ખાંસી આવે છે. ગળામાં દુઃખાવો પણ થાય છે. ખાવામાં તકલીફ પડે છે. આ દુઃખાવાથી ગભરાવું નહિ. પ્રવાહી વધારે લેવું તેમજ 4 થી 5 લીટર પાણી પીવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com