દુલ્હા, દુલ્હન , લગ્ન કરીને આવતા નવ દંપતી પો.સ્ટેમાં રાતવીતાવી,
ગુજરાતમાં નાનો મચ્છર પણ ન પ્રવેશી શકે, સૌથી વધારે દારૂ ગુજરાતમાં પકડાય છે. હાથીના હાથી જતા રહે,
ગુજરાત દેશમાં સૌથી સલામત રાજ્ય ગણવામાં આવે છે. ત્યારે કોરોનાની મહામારી ચાલતી હોઇ રાત્રે 9 વાગે કફર્યું પડી જાય છે. ત્યારે ઘણીવાર હાથીના હાથી જતાં રહે તો વાંધો નહીં, પણ મચ્છર એક પ્રવેશ ન કરવો જોઈએ, ત્યારે અડીખમ ગુજરાતની અડીખમ પોલીસે એવું અડીખમ કામ કર્યું છે, કે તેને એવોર્ડ આપવું જોઈએ, નિયમ, કાયદો, તમામ માટે સરખો ગુજરાતમાં છે, તો શું ? તમામ માટે કાયદો સરખો છે, ખરો ? ત્યારે કોરોનાની મહામારી મા રાત્રે 9 વાગ્યે કફર્યું પડી ગયા બાદ ગુજરાતના આ શહેરમાં કર્ફ્યુનો અમલ કડક અને ધરખમ લાગી રહ્યો છે. ત્યારે વલસાડ પાસે આવેલા પારડી થી લગ્ન પૂર્ણ કરીને વલસાડ પરત ફરતા નવદંપતીને રાત્રે ઘરે જે સપના જોયા હશે, તે સપના ચકનાચૂર તો થઈ ગયા, પણ સુહાગરાત તો બાજુ પર રહી પણ પો.સ્ટે માં દુલ્હા- દુલ્હને તથા પરિવારે રાત વિતાવી હતી. સવારે જામીન ઉપર છોડવામાં આવ્યા હતા.
લગ્નની પ્રથમ રાત વિતાવનાર દુલ્હારાજા એ પોલીસ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મોડું થઈ જતા અમે માફી માંગી હતી, અમારા પરિવારે કફર્યું ભંગની અમારી સામે કાર્યવાહી કરો, પણ દુલ્હા-દુલ્હન ને જવા દો, પોલીસ કોઇ પણ સંજોગે એકની બે ના થતા આખરે કફર્યું નું તોફાન દુલ્હા- દુલ્હનને પણ પોલીસથી સવારે છુટકારો મળ્યો હતો. ત્યારે અડીખમ ગુજરાતની અડીખમ પોલીસ કાયદાના સાણસામાં આવે તો કોઈને છોડે નહીં, કાયદો તમામ માટે સરખો ,હોય તેમ બતાવી દીધું છે. ત્યારે ગુજરાતમાં સૌથી વધારે લેન્ડગ્રેબિંગ કેસો, આપઘાતના બનાવો, ચોરી, લૂંટ-ફાટ, મર્ડર ,ધાક-ધમકી,થી લઈને જે બનાવો બની રહ્યા છે. તે સૌથી ગુજરાતમાં હાલ શું જીરો ,ક્રાઈમ છે ? ગુજરાત પોલીસ અડીખમ ગુજરાતની અડીખમ પોલીસને સેલ્યુટ ?